પુલવામામાં શહીદોના પાર્થિવ દેહની ઓળખ કરી શકે છે ગુજરાતની આ જ સંસ્થા

પુલવામાં હુમલામાં શહીદોના અવશેષો ઓખળ વિધી માટે ગુજરાતના ફોરેન્સિક સાયન્સ વિભાગની મદદ સેન્ટરની મદદ લેવાઇ શકે છે,

પુલવામામાં આતંકી હુમલામાં 38થી વધુ જવાનો શહીદ થયા. હુમલો એટલો જબજસ્ત હતો કે અનેક શહીદોના શરીરની ઓળખ કરવી પણ મુશ્કેલ છે, ઓળખ તો દુરની વાત છે તેમના શરીર પણ નથી મળી રહ્યા. માત્ર થોડાક અવશેષો મળ્યા છે, ત્યારે આવા જવાનોના પાર્થિવ શરીરને ઓળખ વિધી ખુબજ મુશ્કેલ બની જશે. તેમના પરિવારને અવશેષોનુ ઓળખ કરવું અને સોપવું સુરક્ષા એજન્સી કે સીઆરપીએફ માટે પણ મુશ્કેલ બની શકે છે. તેવામાં હ્યુમેનિટેરિયમ ફોરેન્સિક જ એવી પધ્ધિત છે, જેનાથી તેમની ઓળખ થઇ શકે છે. તમને એ પણ બતાવી દઇએ સમગ્ર દેશમાં માત્ર ગાંધીનગરના ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પાસે જ આ એક્સર્ટાઇઝેશન છે જે ઓળખ વિધી કરી શકે છે.

 

READ  BJP reaches out to farmers in Gujarat - Tv9 Gujarati

જમ્મુ કાશ્મીરના પુલવામાં જે રીતે CRPFના જવાનોને આતંકવાદીઓએ આત્મઘાતી હમુલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહને કઇ રીતે તેમના પરિવારનો આપવામાં આવે તેમની ઓળખ વિધી કરવા માટે ફોરેન્સિક સાયન્સના હ્યમેટેરિયમ ફોરેન્સિકનો ઉપરયોગ કરવો પડે તો જ આ જવાનોની બોડીને ઓખળી શકાય છે. કારણ કે શહીદોના પરિવારોની સ્થિતિ ખૂબ કફોડી બની છે કારણ કે તેમની પાસે માત્ર ફોટો છે ત્યારે અંતિમ વિધિ કેવી રીતે કરવી તેને લઇને મુશ્કેલી સર્જાઇ છે. ત્યારે ભારત સરકારના ફોરેન્સિક વિભાગ તો કાર્યરત છે અને જેનાથી પાર્થિવ દેહના અવશેષોની ઓળખ વિધિ કરવી સરળ નથી.

આ પણ વાંચો : ચીનની અવળી ચાલ : ભારતમાં 40 જવાનોની શહાદત છતાં, ચીનનો નથી છુટી રહ્યો ‘મસૂદ મોહ’

તો તમને બતાવી દઇએ કે સમગ્ર દેશમા કહો કે સમગ્રે એશિયામાં માત્ર ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આવા સંજોગોમાં પાર્થિવ દેહ અને અવશષોના ઓળખ માટે ખાસ તાલીમ બધ્ધ અધિકારીઓ, સાધનો અને પધ્ધતિ છે. જેમાં પ્રાકૃતિક અને માનવસર્જીત આપદામાં અવશેષોના ઓળખ માટે એક્સપર્ટાઇઝેશન હાસંલ છે. જુન 2018માં રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિના સહયોગથી આ પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાનો કોર્સ અહીં શરુ કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે એક સાથે અનેક લોકોના પાર્થિવ શરીરના અવશેષો હોય અને તેને ઓળખવું મુશ્કેલ હોય તો હ્યુમેનિટેરિયમ ફોરેન્સિક સાયન્સ મહત્વની સાબિત થતી હોય છે ત્યારે આની મદદ પુલવામાના શહીદોના પાર્થિવ શરીર તથા અવશેષોને ઓળખવામાં લેવામાં આવી શકે છે.

READ  Sunil Shetty celebrates international yoga day in Surat

આ પણ વાંચો : ચીનની અવળી ચાલ : ભારતમાં 40 જવાનોની શહાદત છતાં, ચીનનો નથી છુટી રહ્યો ‘મસૂદ મોહ’

જીએફયુના ડેપ્યુટી ડીરેક્ટર એચ પી સંધવીની માનીએ તો હાલ દેશભરમાં એક માત્ર એવો સેન્ટર છે જ્યાં હ્યુમેનેટેરિયમ ફોરેન્સિક સાયન્સનો કોર્સ ચાલે છે. જે રેડક્રોસના આંતરરાષ્ટ્રીય સમિતિના સહોયગથી ચાલે છે. હાલ કેન્દ્રની કોઇ એજન્સીએ અમારી મદદ માંગી નથી. પણ જો કોઇ મદદ માંગવામાં આવશે તો અમે નિશ્ચિત અમારી નિષ્ણાંતોની ટીમ મોકલીશુ અને મદદ કરીશું. શ્રીલંકમાં જ્યારે તત્કાલિન સમયે ગૃહયુધ્ધ ફાટી નીકળ્યા હતા ત્યારે આ પધ્ઘતિની જરુરિયાત અનુભવાઇ હતી અને આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસે આમાં મહત્વની ભુમિકા ભજવી છે. ત્યારે હવે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો સેન્ટર ગુજરાત ડીએફએસયુ પાસે છે.

READ  હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં બે દિવસ પડશે ભારે વરસાદ

[yop_poll id=1449]

FB Comments