વાહ! સાવ કામ નહોતું અને એક વિઝીટીંગ કાર્ડના લીધે સારી નોકરીની ઓફર આવવા લાગી

પૂણે શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ગીતા નામની એક મહિલા છે જે લોકોના ઘરે જઈને સાફસફાઈ વગેરે કામ કરે છે. આ મહિલાએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જે બાદ થયું તેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આક્ષેપોને ફગાવ્યા બાદ કહ્યું, કોઈના આશીર્વાદની જરૂર નથી

પૂણે શહેરમાં બાવધાન વિસ્તાર આવેલો છે. ત્યાં ગીતા કાલે નામની મહિલાને નોકરીની ખાસ જરુર હતી. આ વાત તેને પોતાના પરિચિત ધનશ્રી શિંદેને કરી. આ વાતનો તોડ શિંદેએ નીકાળી આપ્યો.

READ  સ્નાતક થયેલા ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક છે વિદેશમાં, મળશે આટલો પગાર?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ધનશ્રી શિંદે પોતે એક કંપનીમાં બ્રાંડ એન્ડ માર્કેટિંગ મેનેજર છે. તેઓએ ગીતા કાલેનું એક વિઝિટીંગ કાર્ડ બનાવી આપ્યું. આ વિઝીટીંગ કાર્ડ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યું છે. વિઝીટીંગ કાર્ડની ડિટેલ્સ અને ડિઝાઈનના લીધે ગીતા કાલેને નોકરી માટે આખા દેશમાંથી ફોન આવવા લાગ્યા.

READ  પુલવામા આતંકી હુમલામાં મોટો ખુલાસો : બુરહાન વાનીના વિસ્તારમાં રચાયુ હતું કાવતરું, એક પાકિસ્તાની નાગરિકે બનાવ્યો હતો આખો પ્લાન, 7 શંકાસ્પદોની અટકાયત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ એક ખાસ ડિટેલ્સ સાથેના કાર્ડના લીધે ગીતા કાલેને નોકરી મળી ગયી. કેટલાંક લોકોએ કાર્ડમાં જે પગાર ગીતા કાલેએ લખ્યો હતો તેના કરતાં પણ વધારે પગાર આપવાની વાત કરી. આ કાર્ડમાં ક્યાં કામ માટે કેટલો ભાવ એ પણ લખવામાં આવ્યું હતું. આની સાથે કાર્ડમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે ગીતાની પ્રોફાઈલ આધારકાર્ડની સાથે વેરિફાઈડ છે. આમ જે ગીતા કાલે નોકરી નહોતી તેને નોકરી સોશિયલ મીડિયાના લીધે મળી ગયી.

READ  ગુજરાતમાં કઈ APMCમાં મગફળીના રહ્યા ભાવ બમણા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

 

 

Top News Stories Of Gujarat: 21-11-2019 | TV9GujaratiNews

FB Comments