Quadricycle : સામાન્ય પરિવારનું કારનું સપનું સાકાર કરવા માટે હવે આવશે રોડ પર

quadricycle bajaj_ Tv9
quadricycle bajaj_ Tv9

દેશમાં નેનો કાર સૌથી નાની અને સૌથી સસ્તી કારોની શ્રેણીમાં સ્થાન ધરાવે છે. હાલમાં સરકારે પહેલી વખત દેશમાં 4 વ્હીલની Quadricycle (ક્કોડ્રિસાઇકલ)ને પરવાનગી આપી છે. આ કારની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ડિમાન્ડ છે. જેનું ઉત્પાદન ભારતમાં જ થઇ રહ્યું છે

શું છે Quadricycle ?

  • Quadricycle એક યૂરોપિયન કેટેગરી છે. જેને માઇક્રો કાર પણ કહે છે.
  • આ કોઇ કાર નથી. તેમજ તેની કાર સાથે સરખામણી થઈ શકે તેવું પણ નથી.
  • જો સારાં શબ્દોમાં કહેવામાં આવે તો તે ઑટો રિક્ષાનું બેટર ઓપ્શન છે.
  • ભારતમાં ‘ક્યૂટ’, Quadricycle આ સેગમેન્ટની પહેલી ગાડી છે
  • જેમાં થ્રી-વ્હીલર ટાઇપના એન્જીનનો ઉપયોગ થાય છે.
READ  પાણીમાં એમ્બ્યુલન્સને નાના બાળકે રસ્તો બતાવ્યો, લોકોએ કર્યા ભારોભાર વખાણ

Read : ગૂગલ હવે તમારો ગુમ થયેલો સ્માર્ટફોન પણ શોધી આપશે, માત્ર આટલાં સરળ સ્ટેપસમાં

ભારતમાં એક ઑટોમોબાઇલ કંપની બજાજ ઑટો તેને ગ્રીન કાર હોવાનો દાવો કરી રહ્યું છે. આ કારમાં એ તમામ ફીચર્સ જે કોઇ પણ મોર્ડન કારમાં હોય છે. જેમકે પાવર સ્ટિયરિંગ, પાવર વિન્ડો, એસી જેવી તમામ સુવિધા રહેલી છે.

તે હાલની કાર કરતાં 37 ટકા હલ્કી છે, જેથી તે ફ્યૂલ પણ બચાવવામાં પણ સક્ષમ છે. જો કે તેની ટોપ સ્પીડ 70 કિમી પ્રતિ કલાકની છે. જેની એવરેજ 32 કિમી પ્રતિ લિટર છે.

READ  11 માસની માસૂમ બાળકી સાથે તેની ઢીંગલી પણ હોસ્પિટલમાં દાખલ, જુઓ PHOTO

2012માં દિલ્હીમાં આયોજીત ઓટો શોમાં RE60ના નામે રિલીઝ કરવામાં આવી હતી.તે સમયે Quadricycleને મંજૂરી ન હોવાના કારણે માર્કેટમાં તેને લોન્ચ કરવામાં આવી ન હતી.

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી તરફથી Quadricycle ને એક્સપ્રેસવે પર ચલાવવા માટેની પરવાનગી આપવામાં આવી નથી. તેમજ હાઇવે પર તેની મહત્મ સ્પીડ 60 કિમી પ્રતિ કલાકની રાખવામાં આવી છે. જ્યારે શહેરમાં તેની મહત્મ સ્પીડ 50 કિમી પ્રતિ કલાકની નક્કી કરવામાં આવી છે.આ કારની કિંમત પણ આશરે 1 લાખ 25 હજારની આસપાસ રહી શકે છે.

READ  અમદાવાદમાં રસ્તા પર જ BMW કારમાં આગ લાગી, જુઓ VIDEO

[yop_poll id=41]

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad's underworld gangster Abdul Wahab's son booked for extortion | Tv9GujaratiNews

FB Comments