મહારાણીના મહેલમાં આવી નોકરીની ઓફર, મહેલમાં રહેવા-જમવાનું મફત પગાર મળશે મહિને 2 લાખ રૂપિયા, જાણો શું કરવાનું રહેશે કામ અને કેવી રીતે કરશો એપ્લાય

જો તમે પરફેક્ટ ઈન્સ્ટાગ્રામ ફીડ બનાવી શકો છો અને ટ્વિટ લખવાની કળા તમને આવડે છે તો તમારી પાસે રોયલ કોમ્યૂનિકેશન ટીમનો ભાગ બનવાની તક છે. બ્રિટેનની રોયલ ફેમીલીએ તેમની જોબ લિસ્ટિંગ વેબસાઈટ પર એક નોટિફિકેશન બાહર પાડ્યુ છે.

આ નોટિફિકેશન ડિજિટલ કોમ્યૂનિકેશન ઓફિસરના પદ પર આવેદન કરવા માટે આમંત્રિત કરે છે. બ્રિટેનની રોયલ ફેમીલી તરફથી જોબ લિસ્ટિંગ વેબસાઈટ પર જે જાહેરાત આપવામાં આવી છે. તે મુજબ આ જોબ કાયમી હશે અને તેમાં અઠવાડીયામાં 40 કલાકથી પણ ઓછું કામ કરવાનું રહેશે. ડિજિટલ કોમ્યૂનિકેશન ઓફિસરને રહેવા માટે શાનદાર બંકિગહામ પેલેસમાં એક રૂમ પણ આપવામાં આવશે.

 

વેબસાઈટ મુજબ ડિજિટલ કોમ્યૂનિકેશન ઓફિસરને સોમવારથી શુક્રવાર સુધી અઠવાડિયામાં 37.5 કલાક સુધી કામ કરવું પડશે. વર્ષમાં 33 દિવસ રજા આપવામાં આવશે અને મફતમાં જમવાનું મળશે. આ નોકરી બંકિગહામ પેલેસ માટે હશે. ડિજિટલ કોમ્યૂનિકેશન ઓફિસરને મહારાણી માટે કામ કરવાનું રહેશે. તેમને મહારાણીની હાજરીને સાર્વજનિક અને વૈશ્વિક સ્તર પર રાખવા માટે નવી રીતો શોધવાની રહેશે.

જો તમારી પસંદગી આ પદ માટે થઈ જાય છે તો રોયલ પરિવાર તમને પ્રતિવર્ષ 30,000 પાઉન્ડ (26 લાખ રૂપિયા) પેકેજ આપવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારને પદ પર આવેદન કરવા માટે heroyalhousehold.tal.net પર જવુ પડશે અને ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરવું પડશે.

આ પણ વાંચો: શું કામ પાકિસ્તાનના લોકો ઈચ્છી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન ના બને?

આ પદ પર આવેદન માટે ડિજિટલ કોમ્યૂનિકેશનનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને તેની સાથે જ વેબસાઈટ અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ મેનેજ કરવાનો અનુભવ પણ હોવો જરૂરી છે.

1.ડિજિટલ અને સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવવા અને તેને પબ્લિશ કરવાનો અનૂભવ હોવો જોઈએ.

2. વિકસિત લેટેસ્ટ ડિજિટલ કોમ્યૂનિકેશનથી પરિચિત હોવો જોઈએ.

3. લેખનશૈલી, એડિટિંગ, ફોટોગ્રાફી, વીડિયોની સાથે ડિજિટલ કન્ટેન્ટ ડિઝાઈનની જાણકારી પણ હોવી જોઈએ.

4. પ્લાનિંગની સાથે ઝડપી અને સારૂ કામ કરી શકે.

5. વાતચીત કરવાનો ગુણ હોવો અને તેની સાથે કન્ટેન્ટ ક્રિએટીવ તૈયાર કરે તેવો હોવો જોઈએ.

 

It's our responsibility that citizens do not face any trouble during monsoon:Standing Comm. chairman

FB Comments

TV9 Webdesk 9

Read Previous

પાકિસ્તાનમાં પણ ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ દેખાશે લાઈવ, ભારત સરકાર દ્રારા કરાઈ છે આ શહેરમાં ખાસ વ્યવસ્થા

Read Next

જાણો મત ગણતરી કેવી રીતે થાય છે અને EVMની સુરક્ષા કેવી હોય છે

WhatsApp પર સમાચાર