સરદાર પટેલ પર કોંગ્રેસ નેતા એવું તે શું બોલ્યા કે વિધાનસભામાં થયો હોબાળો ?, ભાજપે કરી જાહેર માફીની માગ

સરદાર પટેલની વિરાટ પ્રતિમા પર કોંગ્રેસ નેતાએ નિવેદન બાદ વિધાનસભામાં પ્રશ્નોત્તરીના કાર્યકાળ દરમિયાન મચેલા હોબાળાના પગલે પ્રશ્નકાળ મોકૂફ રાખવામાં આવ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન કર્યું કે, સરદારની પ્રતિભાને ભંગારના ભૂકાથી કેદ કરવાનો પ્રયાસ કરાયો છે. આ નિવેદનનો ભાજપના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભાજપના ધારાસભ્યોએ માગ કરી કે પરેશ ધાનાણી માફી માગે.

આ પણ વાંચો : શહીદ જવાનો માટે લોહી વહાવવા એક સમયના ચંબલના ખુંખાર ડાકુ મલખાન સિંહે ભરી હુંકાર, સરકાર માત્ર હા પાડે તો પાકિસ્તાનને ધૂળ ચટાવી દઈશું !

જો કે હોબાળો એટલો વધી ગયો કે, વિપક્ષના સભ્યો પણ ભાજપના ધારાસભ્યોની સામે આવી ગયા. તેના પગલે વિપક્ષના ધારાસભ્યોએ ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા. વિરોધને પગલે સાર્જન્ટ બોલાવવાની ફરજ પડી. આખરે વિધાનસભાના અધ્યક્ષે પ્રશ્નકાળ મોકૂફ રાખવાનો આદેશ કર્યો.

READ  સરીગામની 'કોરામંડલ કંપની માટે મુશ્કેલીમાં થયો વધારો, પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ ફટકારી

પ્રશ્નોત્તરી કાળમાં હોબાળા બાદ અધ્યક્ષે બોલાવી બેઠક, બેઠકમાં વિપક્ષના ઉપ નેતા શૈલેષ પરમાર – સિનિયર નેતા પૂજા વંશ – વિરજી ઠુમ્મર હાજર,ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા – ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને નીતિન પટેલ પણ બેઠકમાં હાજર, સરદારની પ્રતિમા મુદ્દે ગૃહમાં થયેલા હોબળા મુદ્દે બંને પક્ષોના સિનિયર નેતાની અધ્યક્ષ સાથે બેઠક, ગૃહમાં કોઈ પણ હસ્તીઓનું અપમાન ના થાય તેની તકેદારી રાખવા અધ્યક્ષે સુચના આપી છે.

અંતે અધ્યક્ષે શબ્દો પરત ખેંચવા માટે પરેશ ધાનાણીએ કહ્યું હતું પરંતુ બંને પક્ષે હોહા મચી જતાં અધ્યક્ષે ગૃહને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. આમ આજે પ્રશ્નોત્તરી કાળમાં જ ભંગારનો ભુક્કો એક શબ્દ ઉપર વિધાનસભાગૃહમાં ઉહાપોહ મચ્યો હતો. જેના કારણે ગૃહની કામગીરી અટકી ગઈ હતી.

READ  ગુજરાતના 4.5 લાખ વૃક્ષોને કપાતા બચાવવા પર્યાવરણ પ્રેમીઓએ ગાંધીનગરમાં કાઢી રેલી

[yop_poll id=1629]

Oops, something went wrong.

FB Comments