VIDEO: ફાસ્ટ ટેગ છતા મુશ્કેલી યથાવત, નેશનલ એક્સપ્રેસ હાઇવે પર અપૂરતી લેન હોવાથી વાહનોની કતારોમાં એમ્બ્યુલન્સ ફસાઇ

Queue at toll plaza on Ahmedabad-Vadodara express highway despite of Fastag

ફોર વ્હિલ વાહનચાલકો માટે ફાસ્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે આ નિયમ લાગુ થતા જ હવે ટોલનાકા પર મુશ્કેલીઓની પણ શરૂઆત થઇ છે. અમદાવાદ-વડોદરા નેશનલ એક્સપ્રેસ હાઇવે પર આજે વાહનોની લાંબી કતાર જોવા મળી.

આ પણ વાંચો: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હઝીરા ખાતે એલ એન્ડ ટી આર્મર્ડ સિસ્ટમની મુલાકાતે, K9 વજ્ર-T ગન દેશને અર્પણ કરશે

ફાસ્ટ ટેગ હોવાછતા લાગેલી વાહનોની લાઇનમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઇ. જોકે યોગ્ય વ્યવસ્થાના અભાવે અનેક વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો. તો ઇમરજન્સી સેવાઓને પણ વ્યાપક અસર જોવા મળી. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે અમદાવાદ-વડોદરા નેશનલ એક્સપ્રેસ હાઇવે પર માત્ર ગણતરીની જ લેન છે. પૂરતી લેન ન હોવાને કારણે આ સ્થિતિ સર્જાતી હોવાની કબૂલાત ટોલબુથના કર્મચારીએ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  FASTag લગાવવાને લઈને સરકારે વાહનચાલકોને આપી રાહત, નોંધી લો નવી તારીખ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments