ઈન્કમટેક્સ વિભાગે મંગળવારે જાહેર કરેલા પાન કાર્ડ માટેના કેટલાંક બદલાવોમાં એક મહત્ત્વનો બદલાવ જાહેર કર્યો છે!

આમ તો સિંગલ મધર્સ માટે દરેક દિવસ એક નવી ચેલેન્જ સાથે આવતો હોય છે. એક સિંગલ મધર એકલા ખભે પોતાની અને પોતાના બાળકની તમામ જવાબદારીઓ નિભાવતી હોય છે પણ જ્યાં કોઈ કાયદાકીય વાત આવે કે ડોક્યુમેન્ટની જરૂર ઉભી થાય ત્યારે એક સિંગલ મધરે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે. તેવામાં સિંગલ મધર્સ માટે એક રાહતના સમાચાર આવ્યા છે.

The new rules will come into effect from December 5
The new rules will come into effect from December 5

ઈન્કમટેક્સ વિભાગે મંગળવારે જાહેર કરેલા પાન કાર્ડ માટેના કેટલાંક બદલાવોમાં એક મહત્ત્વનો બદલાવ જાહેર કર્યો છે. ‘ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ’ (CBDT)એ જાહેરાત કરી છે કે કેટલાંક કિસ્સાઓમાં પાન કાર્ડની અરજી કરતી વખતે હવે પિતાનું નામ લખવું ફરજિયાત નહીં રહે. નવા નિયમ પ્રમાણે હવે સિંગલ મધર્સના બાળકોના પાન કાર્ડની અરજી કરતી વખતે પિતાનું નામ લખવું જરૂરી નહીં રહે.

આ પણ વાંચો: #ThisIsNotConsent: સોશિયલ મીડિયા પર કેમ મહિલાઓ મૂકી રહી છે પોતાની Pantyની તસવીરો?

આ નવો વિકલ્પ 5 ડિસેમ્બર, 2018થી લાગૂ કરવામાં આવશે.

અગાઉ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ કર્યો કે સિંગલ મધર્સના બાળકોના પાન કાર્ડ માટે તેમના પિતાના નામ વગર પણ અરજી કરી શકે. મહિલાઓના હિતમાં લેવાયેલા આ નિર્ણયની પ્રશંસા રાષ્ટ્રીય આયોગ પણ કરી રહ્યું છે.

WCDના મેનકા ગાંધીએ વચગાળાના નાણાંમંત્રી પિયુષ ગોયલને એક સૂચન કરતા લખ્યું હતું કે જે મહિલાઓ પોતાના પતિથી અલગ થઈ ગઈ હોય કે પછી સિંગલ મધર્સ (બાળકોને દત્તક લીધા હોય) તેમના બાળકોના પાન કાર્ડમાં પિતાના નામનો ઉલ્લેખ ન કરવો પડે તેવો વિકલ્પ પણ અપાવો જોઈએ.

The new rules will come into effect from December 5
The new rules will come into effect from December 5

6 જુલાઈએ લખાયેલા આ પત્રમાં WCD મંત્રીએ કહ્યું હતું,
“આવી માતાઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને સિંગલ મધર્સ કે છૂટાછેડા લીધેલી મહિલાઓના બાળકોના પાન કાર્ડ માટે અરજી કરતી વખતે તેમના ફોર્મમાં પિતાના નામને ફરજિયાત ન રાખવામાં આવે.”

તે ઉપરાંત, તેમના પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે,
“એવી મહિલાઓ કે જેણે બાળકોને દત્તક લીધા છે તેમના કેસમાં તો પિતાનું નામ પૂછવાનો કોઈ સવાલ જ નથી રહેતો. આવા કેસીસને મારો વિભાગ પણ ખૂબ સંવેદનશીલતા સાથે પ્રાથમિકતા આપી રહ્યો છે.”

A sample of Permanent Account Number Card
A sample of Permanent Account Number Card

આ પ્રસ્તાવની તરફેણમાં રાષ્ટ્રીય મહિલાના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું,
“આ વિચાર ખૂબ પ્રગતિશીલ છે. આ એક નિર્ણયથી મહિલાઓ વધુ સશક્ત બનશે.”

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments

Hits: 259

Comments are closed, but trackbacks and pingbacks are open.