રાફેલના જરૂરી દસ્તાવેજોની ફાઇલ ચોરી થયા હોવાની વાત કરી લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની મુશ્કેલી વધી, કોંગ્રેસે અપાનાવ્યો આક્રમક મોડ

રાફેલ મામલે કેન્દ્રની મોદી સરકારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહ્યું. ડિસેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટના જે નિર્ણયને ક્લીન ચિટ ગણાવી રેહલી કેન્દ્ર સરકાર હવે પોતાની જ દલીલના કારણે કોર્ટની અંદર ખોટી સાબિત થઈ રહી છે. બુધવારે જ્યારે કોર્ટમાં રક્ષા મંત્રાલય તરફથી એવો દાવો કરવામાં આવ્યો કે, દસ્તાવેજ ચોરી થયા છે. જે પછી કોંગ્રેસ તરફથી સરકારને ઘેરવાની શરૂઆત થઈ છે.

સુપ્રીમ કોર્ટમાં રક્ષા મંત્રાલયના પ્રમુખ તરફથી રાફેલ સંબંધિત ફાઇલો ચોરી થઈ હોવાની વાત કરવામાં આવી પરંતુ તેના માટે કોઇ પણ એફઆઇઆર થઈ નથી તે પણ સ્પષ્ટ કર્યું હતું. જે સાથે જ વિરોધ પક્ષને આ મુદ્દે સરકારને ઘેરવાનો અને લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર પર આરોપ લગાવવાની તક મળી ગઈ છે.

READ  મહેસાણાની કડી APMCમાં પેડી(ચોખા) ના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ પણ વાંચો : સુરતના 54 વિદ્યાર્થીઓ આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં બેસી શકશે નહીં, શાળા સંચાલકોના કારણે બાળકોનું ભાવિ બગડ્યું

14 ડિસેમ્બરના સુપ્રીમ કોર્ટે રાફેલની ખરીદી સામે કરવામાં આવેલી તમામ અરજીઓ ફગાવી દીધી હતી. જ્યારે તેની સામે પુનવિચાર અરજી દાખલ થઈ ત્યારે બુધવારે અચાનક આ મુદ્દે સરકારે કોર્ટમાં જણાવ્યું કે, ખરીદીના કેટલાંક મહત્વના પુરાવા ચોરી થયા છે. જેના કારણે એટર્ની જનરલ વેણગોપલ સામે કોર્ટમાં આલોચના કરવામાં આવી છે.

કોંગ્રેસ પણ આ મુદ્દે સહેજ પણ મોકો છોડવાના મૂડમાં નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, રાફેલની મહત્વપૂર્ણ ફાઇલના કારણે તેઓ ફસાઇ રહ્યા હતા અને હવે સરકારે જ કહ્યું કે, તે ફાઇલો ચોરી થઇ છે. આ પુરાવા નષ્ટ કરવા અને આ મામલાને શાંત પાડવાની દિશામાં કામ છે. હવે વડાપ્રધાન મોદી સામે કેસ ચલાવવા માટે જરૂરી પુરાવા છે.

READ  એક એવું Insta અકાઉન્ટ જે ખોલે છે ભારતીય ફેશન ડિઝાઈનર્સની પોલ, કહી દે છે કઈ હિરોઈનનો ડ્રેસ ક્યાંથી કરાયો છે COPY

Gujarat: Cops raid spa centres in Vadodara| TV9News

FB Comments