2019ની લોકસભાની ચૂંટણીનો સૌથી મહત્વનો મુદ્દા જ કોંગ્રેસ હાર્યું, હવે શું કરશે રાહુલ ગાંધી ?

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. હજી તો રાફેલ ડીલ મામલે ભાજપ કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું ત્યારે મોદી સરકારને મોટી રાહત મળી છે. અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીધા પીએમ મોદીને ચોકીદાર છોર છે એવું કહ્યું હતું જેના પર પણ સવાલ ઉઠાવવામાં આવશે.

કોંગ્રેસ છેલ્લા ઘણાં સમયથી રાફેલ મામલે કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તેમજ પીએમ મોદી પર ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં આ મામલે ડીલની મદદથી અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ‘કમળ’ને ઉખાડનાર કમલનાથ બન્યા મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન, પોતાના પ્રથમ ભાષમાં કોંગ્રેસની ત્રણેય પેઢીનો માન્ય આભાર

આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની બેન્ચે શુક્રવારે રાફેલ મામલે સુનાવણી દરમિયાન કહ્યું કે, રાફેલ ડીલમાં કોઈ જ શંકા નથી. રાફેલની ગુણવત્તા સામે પણ કોઈ જ સવાલ નથી, આ સંપૂર્ણ પ્રક્રિયા અમે સમજી છે.

સુપ્રીમ કોર્ટે સાથે જ કહ્યું કે, કેન્દ્ર સરકારે ફ્રાન્સની પાસેથી 36 ફાઈટર વિમાન ખરીદવાનો સૌદો કર્યો છે, જેની કિંમત જાહેર કરવાની પણ કોઈ જ જરૂર નથી. આ વિમાન દેશની જરૂરત છે. જેના પર સરકારનો નિર્ણય યોગ્ય છે. સાથે જ કોર્ટની અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે, કુલ 126 વિમાન ખરીદશે પરંતુ સરકાર 36 જ ખરીદી રહ્યું છે, જેને પર કોર્ટે કહ્યું આ નિર્ણય સરકારનો છે જેમાં કોઈ પણ ટિપ્પણી કરી ન શકાય.

આ માટે કોર્ટમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિનું પણ નિવેદન રજુ કરવાની માંગણી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે તે વાત પણ નકારી દીધી હતી.

આ સાથે જ 2019ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસનો સૌથી મહત્વનો અને સૌથી વધુ જે મુદ્દા પર સરકારને ઘેરી શકાય તે મુદ્દા પર જ સુપ્રીમ કોર્ટે પુર્ણવિરામ લગાવી દીધો છે. જે કેન્દ્રની ભાજપ સરકારની મોટી જીત ઘણવામાં આવી રહી છે.

[yop_poll id=”234″]   જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.  

Surat Fire Tragedy : Hardik Patel threatens fast if Surat mayor doesn't resign - Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

શા માટે 15 ડિસેમ્બર પહેલાં શાળા-કોલેજોને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની રેપ્લિકા સ્થાપવાનો આદેશ અપાયો ?

Read Next

પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સને શરમમાં પાડવા RMCનો નવો અખતરો! રકમ ભરી દો, નહીં તો…

WhatsApp chat