રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજદારોની અરજી, કોર્ટને ખોટી માહિતી આપનાર અધિકારી વિરુદ્ધ થવી જોઈએ આ કાર્યવાહી

સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા રાફેલ મામલે વધુ એક વિવાદ ઉભો થઈ ગયો છે. આ કેસમાં અરજીકર્તા યશવંત સિન્હા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણે ફરી એક વખત પુનર્વિચારની અરજી પર લેખીત દલિલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં એવો આગ્રહ કર્યો છે કે, જે અધિકારીએ કોર્ટને બંધ કવરમાં ખોટી માહિતી આપી છે તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

 

આ અગાઉ રાફેલ મામલે રિવ્યુ પિટીશન દાખીલ કરનારા અરજકર્તાઓએ કેન્દ્રના જવાબ પર સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંદનામું દાખલ કર્યું હતું. અરજદારોએ કહ્યું કે જે સીજેઆઈનો હવાલો આપવામાં આવ્યો છે તેમાં ખામી છે. સીબીઆઈમાં પણ અનેક વખત ફરિયાદ કર્યા પછી પણ તેમણે તપાસ કરી નથી. અરજદારોએ એવી દલિલ કરી હતી કે સરકારે માહિતી છૂપાવી છે. અને કેટલીક જગ્યાએ છૂટછાટ મેળવીને પોતાની મરજી મુજબ કામગીરી કરી છે.

Waterborne diseases break out in Ahmedabad; 1500 cases reported in last 15 days | Tv9GujaratiNews

FB Comments

Shyam Maru

Read Previous

World Cup 2019 રમવા ભારતની ટીમ મુંબઈથી ઈંગ્લેન્ડ જવા રવાના, કુલ કેટલા મેચ અને કયા દિવસે કોની સામે ભારત રમશે મેચ જાણો

Read Next

પાકિસ્તાને 32 વર્ષ બાદ આતંકીઓના કેમ્પ પર કરી આ કાર્યવાહી, 12 જેટલા આતંકી અડ્ડાઓ પર તાળા મારી દેવાયા

WhatsApp પર સમાચાર