પઠાણ અને પંડ્યા બંધુ બાદ ભારતીય ટીમમાં આ બંને ભાઈ દેખાડશે પોતાની રમત વીરતા

ભારતીય ટીમમાં સામેલ થવાવાળા નવા ચેહરા રાહુલ ચાહરના પરિવારમાં ખુશીનો માહોલ છે. ટીમમાં પસંદગીકર્તાઓએ લેગ સ્પિનર રાહુલ ચાહરને વેસ્ટ ઈન્ડિઝની સામે યોજાનારી 3 મેચની ટી-20 સીરીઝ માટે ભારતની સિનીયર ક્રિકેટ ટીમમાં સામેલ કર્યા છે.

રાહુલના પિતરાઈ ભાઈ દિપક ચાહર પણ ભારતીય ટીમમાં સામેલ છે. રાહુલના પિતા દેશ રાજે કહ્યું કે બંને દીકરાઓનું રાષ્ટ્રીય ટીમમાં પસંદ થવુ તેમના માટે ખુબ ખાસ છે. તેમના પરિવારમાં હાલમાં ખુબ ખુશીનો માહોલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈમાં ભારે વરસાદ, ટ્રેનો રદ કરાઈ, એરપોર્ટના રન-વે પર માછલીઓ તરી રહી છે!

ધોનીએ કરી આ ભાઈની મદદ

દેશ રાજે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીએ 2017માં રાઈજિંગ પૂણે સુપરજાયન્ટસ તરફથી રમવા દરમિયાન રાહુલની ખુબ મદદ કરી છે. રાહુલે મને કહ્યું કે ધોની સરે પૂણેની સાથે તેમના સમય દરમિયાન તેમની ખુબ મદદ કરી છે. તે હંમેશા મારા દીકરાની મદદ માટે તૈયાર રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાહુલ હવે દીપકની સાથે રાષ્ટ્રીય ટીમમાં જોડાશે. દીપક IPLમાં ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. તેમને કહ્યું કે દરેક બાળક જે બોલ અને બેટ ઉઠાવે છે તે ભારત માટે રમવા ઈચ્છે છે પણ મારા બે દીકરાઓ રાષ્ટ્રીય ટીમમાં છે.

READ  IND vs BAN: રાજકોટમાં રોહિતની ધમાલ, ભારતીય ટીમે સીરીઝમાં 1-1થી કરી બરાબરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાહુલ અને દીપક પિતરાઈ ભાઈ છે. રાહુલ અને દીપકના પિતા બંને સગા ભાઈ છે અને બંનેની માતા પણ સગી બહેનો છે. રાહુલે મોટાભાઈ દીપકને જોઈને જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું. IPLની ફાઈનલમાં દીપક ચેન્નાઈ ટીમ માટે રમ્યા હતા. 27 વર્ષીય દીપક ચાહર ફાસ્ટ બોલર છે.

READ  ડોપિંગ ટેસ્ટમાં ફેલ થવાને લીધે આ ભારતીય ક્રિકેટર પર BCCIએ લગાવ્યો પ્રતિબંધ

[yop_poll id=”1″]

રાહુલ અને દીપક ચાહરની જોડી ભારતીય ક્રિકેટ ટીમમાં એક સાથે રમનારા ભાઈઓની ચોથી જોડી બની શકે છે. તે પહેલા મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથ, ઈરફાન અને યૂસુફ પઠાણ અને હાર્દિક અને કુણાલ પંડ્યા ભારતીય ટીમમાં રમી ચૂક્યા છે. આ 3 જોડીઓ સગા ભાઈઓની હતી, જ્યારે રાહુલ અને દીપક પિતરાઈભાઈઓ છે.

 

Top 9 Entertainment News Of The Day: 22/2/2020| TV9News

FB Comments