આ ક્રિકેટરની સલાહના કારણે વિજય શંકરના બદલે પસંદ કરાયા યુવા બેટસમેન મયંક અગ્રવાલ

યુવા બેટસમેન મયંક અગ્રવાલને ICC ક્રિકેટ વિશ્વ કપ માટે ઈજાગ્રસ્ત વિજય શંકરની જગ્યાએ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વિજય શંકર ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. કર્ણાટકના મયંક અગ્રવાલને અજિંક્ય રહાણે અને અંબાતી રાયડૂની જગ્યાએ પસંદ કરવામાં આવ્યા છે.

મયંક અગ્રવાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની સામે ટેસ્ટ સીરીઝ દ્વારા આંતરારાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ, રહાણે અને રાયડુના નામ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, પણ ગયા વર્ષે ઈન્ડિયા એ તરફથી ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમેલી ઈનિંગથી મયંકનું પલ્લુ ભારે રહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝાંખી જોવા મળશે નહીં!

મયંકે ઈંગ્લેન્ડની સામે 4 મેચમાં 287 રન બનાવ્યા હતા. તે દરમિયાન તેમની સ્ટ્રાઈક રેટ 105.90ની રહી હતી. ત્યારે રહાણેને સ્પિન ના રમી શકવા અને રાયડૂનું વર્તમાન ફોર્મના કારણે તેમની પસંદગી કરવામાં આવી નથી.

[yop_poll id=”1″]

રાહુલ દ્રવિડે પણ મયંક અગ્રવાલના કર્યા વખાણ

મયંક ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં ભારત તરફથી રમ્યા હતા અને ત્રિકોણીય સીરીઝમાં સારૂ પ્રદર્શન કર્યુ હતુ. તેની ઓળખાણ પાવરપ્લેમાં સારૂ રમવા અને સ્પિન બોલની સામે જોરદાર બેટિંગ કરવા તરીકે થાય છે. રાહુલ દ્રવિડે મયંક વિશે સારી વાતો કહી છે. અજિંક્ય રહાણે મિડલ ઓવર્સમાં ફસાઈ જાય છે અને તેમને સ્પિનર બોલર્સ સામે મુશ્કેલી થાય છે. ત્યારે અંબાતી રાયડૂ છેલ્લા થોડા સમયથી ફોર્મમાં નથી.

READ  ભારતીય ટીમના ખેલાડીઓની નવી ટી-શર્ટ સાથેની તસવીરો આવી સામે, જુઓ Photos


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો મયંક અગ્રવાલને ભારતીય ટીમમાં ઓપનર તરીકે ઉતરવાની સંભાવના છે. તે રોહિત શર્માની સાથે મળીને ભારતીય ટીમ માટે ઈનિંગની શરૂઆત કરી શકે છે. ત્યારે મયંકના મિત્ર કે.એલ.રાહુલ નંબર 4 પર બેટિંગ કરવા માટે આવી શકે છે.

READ  IPLમાં મોટો ફેરફાર! ચેમ્પિયન ટીમને નહીં મળે 20 કરોડ રૂપિયા, હવે મળશે આટલી રકમ

આ પણ વાંચો: ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર આવતીકાલે કોર્ટમાં સુનાવણી, 28 દિવસની અંદર આવી શકે છે ભારત

 

Oops, something went wrong.
FB Comments