કૉંગ્રેસની ચૂંટણીલક્ષી મોટી જાહેરાત, ગરીબ પરીવારોના ખાતામાં દર વર્ષે મળશે 72 હજાર રૂપિયા

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાંથી ગરીબી હટાવવા માટે સંકલ્પ લેતા મોટી જાહેરાત કરી છે. તેમને જાહેરાત કરી કે કૉંગ્રેસની સરકાર બનશે તો દેશના 20% સૌથી ગરીબ પરીવારને દર વર્ષે 72 હજાર રૂપિયા આપશે.

તેમના દાદી ઈન્દિરા ગાંધીના સુત્ર ‘ગરીબી હટાવો’ને લઈને તેમને દાવો કર્યો છે કે અમે દેશમાંથી ગરીબીને હટાવીશુ. તેમને જણાવ્યું કે આ યોજના હેઠળ સીધા ગરીબોના બેન્ક ખાતામાં જ પૈસા આપવામાં આવશે. કૉંગ્રેસના આ યોજનાને મનરેગા ભાગ-2 માનવામાં આવી રહી છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે 5 વર્ષમાં લોકોને ખુબ તકલીફો પડી છે. ત્યારે કૉંગ્રેસે નિર્ણય લીધો છે કે અમે ગરીબોની સાથે ન્યાય કરીશું.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ન્યૂનતમ આવક યોજના દુનિયામાં કોઈ જગ્યાએ નથી. તેમને કહ્યું કે ન્યૂનતમ આવક મર્યાદા 12 હજાર રૂપિયા હશે અને એટલા પૈસા દેશ પાસે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના 5 કરોડ પરીવારો અને 25 કરોડ લોકોને આ યોજનાનો ફાયદો મળશે. લોકોને ઝટકો લાગશે પણ દેશ પાસે તેટલી ક્ષમતાા છે અને અમે તમને દેખાડીશું, 4-5 મહિનાથી દુનિયાના અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરીને આ યોજનાને તૈયાર કરવામાં આવી છે.

READ  રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પરથી રાજીનામું આપશે તો બીજી તરફ લોકસભામાં આ પદ પર નિમણૂક થઈ શકે છે

Govt exempts cash payments above Rs 1 crore via APMC from 2% TDS | Tv9GujaratiNews

FB Comments