કોંગ્રેસનું ઘોષણાપત્ર આજે જાહેર થઈ શકે, શું રાહુલ ગાંધી ફરીથી 2014ના આ મોટા વચનો કરશે?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીનું ઘોષણા પત્ર જાહેર કરી શકે છે. રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

ઘોષણા પત્રમાં રોજગાર, પર્યાવરણ અને શહેરીકરણ મુખ્ય રહેશે. આ વખતે રાહુલ ગાંધીની જાહેરાત જે પણ હોય પણ ન્યૂનતમ આવક યોજના મહત્ત્વની સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે તેમના આ નવા ઘોષણા પત્રમાં 2014ના ઘોષણા પત્રથી અલગ શું છે, શું નવુ છે અને કેટલી સમાનતા છે.

 

8 જાહેરાતો જે લગભગ એક જેવી હોય શકે છે.

1. રોજગાર

2014- 10 કરોડ યુવાનોને 5 વર્ષમાં સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા રોજગારી આપશે.

2019- યુવાનોને 22 લાખ નોકરીઓ આપવામાં આવશે. 31 માર્ચ 2020 સુધી આ જગ્યાઓ ભરવામાં આવશે.

READ  અમદાવાદઃ કનુ કલસરિયાને રાજ્યસભામાં મોકલવાની માગ બની તેજ

2. ગરીબોને મદદ

2014- બધા જ ઘર વગરના લોકોને ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી આવાસ યોજનાઓ હેઠળ ઘર આપવામાં આવશે. 20 વર્ષ સુધી 1 મકાનમાં ભાડે રહેનાર વ્યકિત તે ઘરનો માલિક બની જશે. શહેરમાં 2017 સુધી પાક્કા મકાન બની જશે.

2019- ન્યાય યોજના લાગૂ કરીશુ. 5 કરોડ લોકોને વર્ષના 72 હજાર રૂપિયા આપીશું.

3. મુસ્લમાન

2014- લઘુમતીના હિતની સુરક્ષા માટે સાંપ્રદાયિક હિંસા બિલને પ્રાથમિકતાથી પાસ કરાવીશું.

2019- ટ્રિપલ તલાક કાયદાથી મુસ્લિમ સમુદાયના લોકો નારાજ છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો તેને રદ કરશે.

4. મહિલા

2014- મહિલાઓની સુરક્ષા, સમ્માન, અને સમાનતા માટે કામ કરીશું. મહિલા અનામત બિલ પાસ કરાવવાની સાથે મહિલાઓની સુરક્ષા માટે સિટીઝન ચાર્ટર લાવીશું.

2019- મહિલાઓની સાથે થતાં ગુનાઓને રોકવા માટે ત્વરિત કાર્યબલનું નિર્માણ કરીશું. સાંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત આપીશું.

READ  RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO

5. વિદ્યાર્થીઓ

2014- દેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વધારો કરીશું. આ ક્ષેત્રોમાં GER વધારીશું. વિદ્યાર્થીઓના હિત માટે નેશનલ સ્ટૂડન્ટ કમીશન બનાવીશું.

2019- અસંગઠિત ક્ષેત્રો, ખેતી-વાડી અને MSMEથી લગભગ 90 % નોકરીઓ વધશે. વિદ્યાર્થીઓને તેમના પ્રમાણે રોજગારી આપીશું.

6.GST

2014- સરકાર બનવાના 1 વર્ષમાં GST બિલ પાસ કરાવીશું. 1 વર્ષમાં જ નવા DTC લાગૂ કરાવીશું.

2019- RBI પોલીસી અને હાલના GST રેટમાં મોટા ફેરફાર કરવાની વાત કરી શકે છે. RBI ફંડના વપરાશ પર પણ દસ્તાવેજ બનાવી શકે છે. RBIની પોલીસી વધારે કડક કરી શકે છે.

7. સ્વાસ્થ્ય

2014- દેશમાં બધાજ નાગરિકોને સ્વાસ્થ્યનો અધિકાર આપીશું. હેલ્થ વિમો પણ આપીશું.

READ  કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનો દાવો, ISI પાસેથી ભાજપ અને બજંરગ દળ ફંડ લઈ રહી છે

2019- હેલ્થને મૂળ અધિકારનો દરજ્જો આપવાની જાહેરાત. આયુષ્યમાન ભારતને નાબૂદ કરીને બીજી કોઈ યોજના લાવી શકે છે.

8. ઉદ્યોગ

2014- વેપાર અને ઈકોનોમી માટે સારૂ વાતાવરણ આપવા માટે ઉદ્યોગ સાહસિકતાનો અધિકાર આપવામાં આવશે.

2019- નાના વેપારીઓને સરળતાથી લોન મળશે. 3 વર્ષ સુધી નવા ઉદ્યોગોને કોઈ નિયમની જરૂર નહી પડે. એન્જલ ટેકસને સમાપ્ત કરીશું.

આ નવી જાહેરાત પણ થઈ શકે છે.

ખેડૂતોને પાકના વ્યાજબી ભાવ આપવાની જાહેરાત. તેમના ઉત્પાદન માટે વિશ્વ બજાર સ્થાપિત કરવાની જાહેરાત કરી શકે છે. ખેડૂતોના દેવા માફીની મોટી જાહેરાત પણ કરી શકે છે. નીતિ આયોગને નાબૂદ કરીને યોજના આયોગની પુન:સ્થાપના કરવાની જાહેરાત કરી શકે છે.

Oops, something went wrong.
FB Comments