ગાંધી આશ્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું, ‘અમારા નેતાને જીવંત રાખવા બદલ આભાર ‘

58 વર્ષ બાદ આજે ગુજરાતમાં કૉંગ્રેસ વર્કિંગ કેમિટીની બેઠક મળી. આ બેઠકમાં કૉંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા. તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહેલીવાર એકસાથે ગુજરાત પધાર્યા છે. CWC બેઠક બાદ રાહુલ ગાંધી અડાલજમાં જનમેદની સંબોધશે. અહીં પ્રિયંકા ગાંધી પણ પહેલીવાર જનસભા સંબોધશે.

રાહુલ ગાંધીએ ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝિટર બૂકમાં લખ્યું છે કે, ‘ગાંધી આશ્રમ પ્રેરણાદાયક સ્થળ છે. અમારા નેતાને જીવંત રાખવા બદલ આભાર.’ અહીં સોનિયા ગાંધીએ પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી હતી અને આશ્રમની મુલાકાત લઇને વિઝિટર બૂકમાં નોંધ લખી હતી.

કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર પટેલ સ્મારક ખાતે અમદાવાદમાં મળી હતી. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૉંગ્રેસનાં તમામ દિગ્ગજોએ હાજરી આપી હતી.

આ પણ વાંચો : કોંગ્રેસને ગુજરાત પછી મહારાષ્ટ્રમાં પણ લાગ્યો મોટો ફટકો, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વિપક્ષ નેતાનો પુત્ર જ જોડાયા ભાજપમાં

આજે રાહુલ ગાંધી અડાલજમાં જનસભા પણ સંબોધશે. આ સભામાં પ્રિયંકા પણ પહેલીવાર જનમેદની સંબોધતા ભાષણ આપશે.

FB Comments

TV9 Web Desk6

Read Previous

ઈન્ટરનેટમાં ક્રાંતિ લાવનાર વલ્ડૅ વાઈડ વેબ(WWW) થયું 30 વર્ષનું, જાણો તેના વિશેની રસપ્રદ વાતો

Read Next

હાર્દિક પટેલ હવે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા, કહ્યું ‘લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું’

WhatsApp chat