રાહુલ ગાંધીએ કહ્યું અંગ્રેજી ડિક્શનરીમાં જોડાઈ ગયો નવો શબ્દ ‘Modilie’, ડિક્શનરીના જવાબ પછી સોશિયલ મીડિયા યુઝર્સ લઈ રહ્યા છે તેની મજા

આ વખતની લોકસભા ચૂંટણી જેટલી જમીન પર લડવામાં આવી રહી છે તેટલી જ સોશિયલ મીડિયા પર પણ લડવામાં આવી રહી છે. આરોપ-પ્રત્યારોપથી લઈને મજાક સુધી બધુ જ સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે.

એવું જ એક ટ્વિટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કર્યુ કે અંગ્રેજી ડિક્શનરીમાં નવો શબ્દ આવી ગયો છે. તેના સ્ક્રીનશોટ પછી રાહુલ ગાંધીએ એક વેબસાઈટની લિંક શેર કરી હતી, જેનું નામ જ છે Modilies.in તેની પર વડાપ્રધાન મોદીના નિવેદનોને ભેગા કરવામાં આવ્યા છે.

 

આ મામલે ઓક્સફોર્ડ ડિક્શનરીએ રાહુલ ગાંધીના ટ્વિટ પર જવાબ આપ્યો છે અને લખ્યું કે અમે કન્ફર્મ કરી રહ્યાં છે કે ‘મોદી લાઈ’ નામનો શબ્દ ખોટો છે અને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં નથી. ઓક્સફોર્ડ ડિક્શનરીના ટ્વિટ કર્યા પછી સોશિયલ મીડિયા યુઝર્સ મજા લઈ રહ્યાં છે.

READ  યુવાનો મુદ્દે CMનો સંવાદ! બિનસચિવાલય પરીક્ષા મુદ્દે CMએ કર્યો ખુલાસો, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments