સોશિયલ મીડિયા પર રાહુલ-પ્રિયંકાની ઉંમરને લઈને મચ્યો હોબાળો, શું સાચે જ રાહુલ ગાંધી પ્રિયંકા કરતા માત્ર 6 મહિના જ મોટા છે ?

સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધીની જન્મ તારીખ સાથે ચેડા કર્યા છે.

કેટલાક લોકોએ જન્મ તારીખ સાથે ચેડા કરી આ અફવા ફેલાવવાની કોશિશ કરી છે કે રાહુલ-પ્રિયંકા બંને નેતાઓમાંથી કોઈ એકે પોતાની સાચી જન્મ તારીખ જાહેર નથી કરી.

સોશિયલ મીડિયા પર લોકોએ લખ્યું છે કે રાહુલ અને પ્રિયંકાની ઉંમરમાં માત્ર 6 મહિનાનો અંતર કઈ રીતે હોઈ શકે ? શું ગાંધી પરિવારે અહીં પણ કોઈ કૌભાંડ કર્યું છે ?

READ  આલિયા ભટ્ટ હવે ફિલ્મ બનાવવા પ્રોડક્શન હાઉસ ખોલશે, આ અભિનેતાના નામ પર જ રાખ્યું છે નામ !

ફેસબુક ગ્રુપ્સમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના વિકીપીડિયા પેજિસના એડિટેડ સ્ક્રીનશૉટ સેકડો વખત શૅર કરાયા છે.

આ સ્ક્રીનશૉટ શૅર કરનારાઓએ લખ્યું છે, ‘જન્મની તારીખમાં પણ કૉંગ્રોસનું મહાકૌભાંડ. રાહુલના જન્મના 6 મહિના બાદ થયો પ્રિયંકાનો જન્મ’.

ટ્વિટર તથા વૉટ્સએપ પર પણ આ જ પ્રકારના સ્ક્રીનશૉટ શૅર કરાયા છે. કેટલાક લોકોએ પોતાના ટ્વીટમાં આજ તક ન્યૂઝ ચૅનલનું એક સ્ક્રીનશૉચટ પણ શૅર કર્યું છે કે જેમાં પ્રિયંકાની જન્મ તારીખ 12 જાન્યુઆરી, 1971 દર્શાવાઈ હતી.

READ  અમેરિકામાં આવી રહ્યું છે ભયંકર તૂફાન, ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું 'સાવચેત રહો'

હકીકતમાં કૉંગ્રેસની ઑફિશિયલ વેબસાઇટ પર રાહુલ ગાંધીની જન્મ તારીખ 19 જૂન, 1970 તથા પ્રિયંકા ગાંધીની જન્મ તારીખ 12 જાન્યુઆરી, 1972 છે.

વિકીપીડિયાએ પણ બંને નેતાઓની જન્મ તારીખ આ જ પ્રસિદ્ધ કરી છે, પરંતુ જે લોકોએ સોશિયલ મીડિયા પર વિકીપીડિયાના સ્ક્રીનશૉટ શૅર કર્યા છે, તેમણે ફોટો એડિટ કરી રાહુલની જન્મ તારીખ 19 જૂન, 1971 કરી નાખી છે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નાણાનું આયોજન કરવા માટે ખૂબ અનુકુળ દિવસ

એડિટ કરાયેલી ફેક તસવીરો સોશિયલ મીડિયા તથા વૉટ્સએપ પર શૅર કરવામાં આવી રહી છે.

[yop_poll id=884]

Oops, something went wrong.
FB Comments