લોકસભામાં રાહુલ ગાંધીએ પૂછ્યા 50 બેન્ક ડિફોલ્ટરના નામ, અનુરાગ ઠાકુરે આપ્યો આ જવાબ

Rahul Gandhi raises 'Wilful Defaulters' in Lok Sabha; Anurag Thakur slams him over Rana Kapoor link Lok sabha ma Rahul Gandhi e puchya 50 bank defaulters na name Anurag Thakur e aapyo a javab

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં બેન્કિંગ ફ્રોડ મુદ્દો ઉઠાવ્યો અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તેમને સરકાર પાસે દેશના 50 મોટા ડિફોલ્ટરોની જાણકારી માગી. પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રશ્ન પૂછ્યો કે મેં સરકારને સરળ સવાલ કર્યો કે દેશના 50 ડિફોલ્ટર કોણ છે. મને કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં. વડાપ્રધાન મોદી કહે છે કે જે લોકોએ હિન્દુસ્તાનની બેંકોમાંથી ચોરી કરી છે તેમને હું પકડીને પાછા લાવીશ તો મેં સરકાર પાસે તેમના નામ પૂછ્યા. મને જવાબ નથી મળ્યો.

READ  દિલ્હી હિંસા: પોલીસે 250 લોકોની સામે FIR જ્યારે 903 લોકોની કરી ધરપકડ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપવા માટે નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર ઉભા થયા. અનુરાગ ઠાકુરના ઉભા થવા પર કોંગ્રેસ સાંસદોએ હંગામો કર્યો. તે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાસે જવાબ ઈચ્છતા હતા. રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપતા અનુરાગ ઠાકુરે કહ્યું કે તેમાં છુપાવવાની કોઈ વાત નથી. તેની જાણકારી આપવામાં આવી છે. કેન્દ્રીય સૂચના આયોગ (CIC)ની વેબસાઈટ પર તમામ ડિફોલ્ટરના નામ આપવામાં આવે છે.

READ  મોબાઈલ ખરીદો અને ડૂંગળી મફ્તમાં મેળવો, મોંઘવારીમાં અનોખી ઓફર સાથે દુકાનદાર કરી રહ્યો છે વેપાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આપણી બેન્કિંગ સિસ્ટમ કામ નથી કરી રહી. બેન્ક નિષ્ફળ થઈ રહી છે અને મને શંકા છે કે આગળ વધુ બેન્ક નિષ્ફળ થશે.

READ  રાહુલ ગાંધીનો પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી વિશે નવો અને રસપ્રદ ખુલાસો : જુઓ Video અને સાંભળો ભાઈ-બહેનના રસપ્રદ કિસ્સાઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વિધાનસભાના સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની બોલાવી બેઠક, CM રૂપાણી અને DyCM નીતિન પટેલ રહેશે હાજર

FB Comments