રાફેલ પર રાહુલની ફરી ગર્જના, આ વખતે PM નરેન્દ્ર મોદી માટે વાપરી નાખી આવી આકરી ભાષા, વાંચો આ ખબર

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી તંગદિલી વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ મુદ્દે ફરી તીખો પ્રહાર કર્યો છે.

 

મોદીએ ગઈકાલે એક ન્યૂઝ ચૅનલના કાર્યક્રમ દરમિયાન કૉંગ્રેસ અને યૂપીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે જો આજના સમયે દેશ પાસે રાફેલ લડાકૂ વિમાનો હોત, તો પરિણામ કંઇક બીજું જ આવત.

READ  ખેડૂતોમાં જોવા મળ્યો રોષ! મગફળીની નોંધણી પ્રક્રિયામાં વ્યવસ્થાના અભાવનો આરોપ, જુઓ VIDEO

મોદીના આ પ્રહાર સામે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વળતો હુમલો કરતા ટ્વીટ કર્યું છે, ‘પ્રિય પીએમ, શું આપને જરા પણ શરમ નથી આવતી ? આપે 30,000 કરોડ રૂપિયા ચોરીને પોતાના મિત્ર અનિલને આપી દીધાં. રાફેલના વિલંબ માટે એકમાત્ર આપ એકલા જ જવાબદાર છો અને તેના કારણે જ વિંગ કમાંડર અભિનંદન જેવા બહાદુર પાયલૉટોએ જૂના વિમાનો ઉડાવી પોતાનો જીવ જોખમમાં નાખવો પડી રહ્યું છે.’

Top News Stories From Ahmedabad: 21/1/2020| TV9News

FB Comments