1984ના રમખાણ અંગે કરેલા નિવેદનને લઈ ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગી લેવી જોઈએ, મારી માતાએ પણ આ મુદ્દે ક્ષમાયાચના કરી લીધી છે

પિત્રોડાએ ભુતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 1984માં શીખ રમખાણો અંગે કરેલા નિવેદન માટે માફી માગવી જોઇએ, રાહુલે કહ્યું કે સામ પિત્રોડાનું નિવેદન અયોગ્ય

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના નિવેદન અંગે શુક્રવારે કહ્યું કે, સામ પિત્રોડાએ ભુતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યા બાદ 1984માં શીખ રમખાણો અંગે કરેલા નિવેદન માટે માફી માગવી જોઇએ. રાહુલે કહ્યું કે સામ પિત્રોડાનું નિવેદન અયોગ્ય અને સ્વીકારી શકાય તેવુ નથી. જેને લઈ તેના માફી માગવી જોઇએ.  અગાઉ મારી માતા  સોનિયા ગાંધી અને ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ આ બાબતે માફી માગી ચૂક્યા છે.

 

READ  અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે શાળામાં વિદ્યાર્થીઓને અપાયા માસ્ક

વધુમાં જણાવ્યું કે 1984માં થયેલા શીખ રમખાણો એક ત્રાસદાયક ઘટના હતી જે ભયાનક પીડાનું કારણ બની હતી. આવી ઘટના ભૂતકાળ કે ભવિષ્યમાં ક્યારેય થવી જોઈએ નહી.  સામ પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસે પોતાના નેતાઓને ‘સાવધાન અને સંવેદનશીલ’ રહેવાની સલાહ આપી છે. આ નિવેદન સામે ભાજપે માંગ કરી હતી કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી શીખ સમુદાય સામે હાથ જોડીને માફી માગે અને સામ પિત્રોડાની કોંગ્રેસમાંથી હાકલપટ્ટી કરવામાં આવે.

READ  મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, શપથ સમારોહમાં આ નેતાઓ રહ્યા હાજર

આ પણ વાંચો: નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે તે એવા દુલ્હન જેવા કે જે રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે!

 

Oops, something went wrong.
FB Comments