VIDEO: યુરોપીયન સાંસદોની કાશ્મીર મુલાકાત પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

યૂરોપિયન સાંસદો આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ, રાજ્યપાલ સહિત ઘાટીના યુવાનો સાથે મુલાકાત કરશે અને જમ્મુ કાશ્મીરની હાલની સ્થિતિનો તાગ મેળવશે. મહત્વપૂર્ણ છે કે યૂરોપિયન સાસંદોએ આ પહેલા સોમવારે PM મોદી સાથે મુલાકાત કરી હતી અને કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરી હતી.

જો કે યૂરોપિયન સાંસદોની આ એક ખાનગી મુલાકાત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આજની યુરોપીયન સાસંદોની જમ્મુ કાશ્મીરની મુલાકાત પહેલા રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને યુરોપીયન સાંસદનું સ્વાગત કર્યું અને સાથે સાથે રાહુલે કટાક્ષ પણ કર્યો કે યૂરોપિયન સાંસદો માટે લાલ જાજમ અને ભારતીય સાંસદોની મુલાકાત પર પ્રતિબંધ મુકીને તેમને કેમ રોકવામાં આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોંગ્રેસના ધારાસભ્યોને આજે ગુજરાત લવાશે, રાજ્યસભા ચૂંટણીમાં મતદાનની તાલીમ આપવા એકત્રિત કરાશે

મહત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવ્યા બાદ રાહુલ ગાંધીએ ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી. પરંતુ તેમને એરપોર્ટ પરથી જ રવાના કરી દેવામાં આવ્યા હતા. જેથી આજે યુરોપીયન સાસંદોની મુલાકાત પહેલા રાહુલે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા ઘેરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસનું માનવું છે કે ભારતીય સાંસદો પર સરકાર રોક લગાવે છે.

READ  કમલનાથ સરકારની સ્કીમ! શૌચાલયની સાથે સેલ્ફી મોકલ્યા બાદ જ મળશે લગ્ન માટે 51 હજાર રુપિયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે યુરોપીયન સાંસદોનું સ્વાગત કરવામાં આવે છે. ત્યારે ભારતીય સાંસદોનું આવું અપમાન કેમ? કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જમ્મુ કાશ્મીર મુદ્દે યૂરોપિયન સાસંદોને પંચ કેમ બનાવવામાં આવ્યા. મહત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કોઈ વિદેશી પ્રતિનિધિ મંડળની આ પ્રથમ મુલાકાત હશે.

READ  મહારાષ્ટ્રમાં શિવસેના સાંસદ અને ગઠબંધનના સંયોજક સંજય રાઉતની તબિયત ખરાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments