PM મોદી પર કરેલી ટિપ્પણીના જુદા-જુદા બે કેસમાં હાજરી આપવા રાહુલ ગાંધી આવશે ગુજરાત

રાહુલ ગાંધી 10 અને 11 ઓક્ટોબરે ગુજરાત આવશે. પીએમ મોદી પર કરેલી ટિપ્પણીના જુદા જુદા બે કેસમાં મુદ્દત હોવાથી તેઓ ગુજરાત આવવાના છે. તેમના કાર્યક્રમની વાત કરીએ તો, 10 ઓક્ટોબરે સુરતની કોર્ટમાં તેઓ હાજરી આપશે. મુદ્દત પતાવીને તેઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવા જશે. ત્યાર બાદ બીજા દિવસે તેઓ મહારાષ્ટ્રથી અમદાવાદ આવશે. અમદાવાદની કોર્ટમાં સુનાવણી હોવાથી તેઓ હાજર રહેશે.

READ  શું રાહુલ ગાંધીની રાજકીય વિરાસત સંભાળશે આ 2 બાળકો?, પ્રિયંકાની સાથે અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવઃ હિમાલયા મોલ નજીક પોલીસ અને સ્થાનિકો વચ્ચે સર્જાયો વિવાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર ટિપ્પણી કરી હતી. જેને લઈ મોદી સમાજે જુદા જુદા સ્થળો પર કેસ કર્યા હતા. જેને લઈ રાહુલ ગાંધી કોર્ટના ચક્કર ખાઈ રહ્યા છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે- વિપક્ષનો અવાજ દબાવવા રાહુલ ગાંધી પર ભાજપે ખોટા કેસ કર્યા છે.

READ  રાફેલના જરૂરી દસ્તાવેજોની ફાઇલ ચોરી થયા હોવાની વાત કરી લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની મુશ્કેલી વધી, કોંગ્રેસે અપાનાવ્યો આક્રમક મોડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments