મોદી સરકારનો વિરોધ કરવા જતાં રાહુલ ગાંધીની જીભ લપસી, ‘મસુદ અઝહર’ બોલવાના બદલે બોલી દીધું ‘મસૂદ અઝહરજી’

રાજનીતિમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે રાજેનતાઓની જીભને લપસી જતાં વાર નથી લાગતી. પુલવામાં હુમલાને લઈને મોદી સરકારને ઘેરવા જતાં રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હતી અને બાદમાં તેમના નિવેદનની ટીકા થવા લાગી હતી.

દિલ્હી ખાતેના બૂથ સંમેલનમાં રાહુલ ગાંધી ભાજપ પર પોતાનો નિશાનો સાધીને સરકારને પુલવામાં હુમલાને લઈને ઘેરવાના પ્રયાસ કરી રહ્યાં હતા. આ સંમેલનમાં રાહુલ ગાંધીએ આતંકવાદી મસૂદ અજહરને ‘જી’ લગાડીને સંબોધન કરી દીધું હતું. તેમણે કહ્યું કે આપકો યાદ હોગા ના? યહ વહી મસૂદ અઝહર હૈ, જીસે 56 ઈંચવાલો કી તબ કી સરકારને એર-ક્રાફટ મેં મસૂદ અઝહરજી કે સાથ બેઠકર અજીત ડોભાલ કંધાર મે હવાલે કરકે આ ગયે થે.

 

READ  સુરત અગ્નિકાંડમાં વંશવી નામની વિદ્યાર્થીની દર્દનાક કહાની, ટ્યૂશનનો પહેલો દિવસ હતો અને આ દિવસે મિત્રોને મળવા જવાની હતી

આમ રાહુલ ગાંધીને નિશાન મોદી સરકાર અને અજીત ડોભાલ પર તાકવું હતું પણ તેમણે માન આપીને મસૂદ અઝહરને બોલાવી દીધો હતો તેથી સોશિયલ મીડિયામાં તેમની ટીકા થવા લાગી હતી. ભાજપે પણ આ મોકો ગુમાવ્યો ન હતો અને આ વીડિયોને પોતાના અધિકૃત ટ્વિટર પેજ પર લગાવી દીધો હતો. આમ રાહુલ ગાંધી પોતે જ ટ્રોલ થઈ ગયાં હતા અને ભાજપને વિરોધ કરવાનું ફરી એક કારણ મળી ગયું હતું.

READ  જૂનાગઢના ખંભાળીયામાં પિતાએ ત્રણ પુત્રીની હત્યા બાદ આપઘાત કરી લેતા ચકચારી, કારણ જાણીને ચોંકી જશો

Students forced to write letters in support of CAA, alleges Congress leader Arjun Modhwadia |TV9News

FB Comments