લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો, જાણો દિગ્ગજો નેતાઓએ મતદાન કર્યા પછી શું કહ્યું?

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થયા બાદ રવિવારે 7 રાજ્યોની 59 બેઠકો પર છઠ્ઠો તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ઘણાં દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદાન બાદ કહ્યુ કે આ ચૂંટણી લોકોના મુદ્દાઓ પર લડવામાં આવી છે અને આમા સૌથી વધારે જરૂરી મુદ્દો બેરોજગારી અને ખેડૂતો છે. વધારેમાં કહ્યુ કે ચૂંટણીમાં અમે પ્રેમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નફરત ફેલાવી છે તેથી પ્રેમ જીતશે.

 

મતદાન બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે લોકતંત્રને બચાવવા માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે તેને ધ્યાનમાં રાખીને જ મેં મતદાન કર્યું છે સાથી કહ્યું કે આ દેશને બચાવવાની ચૂંટણી છે જેમા ભાજપની હાર નક્કી છે.

આ પણ વાંચો: 1984ના રમખાણ અંગે કરેલા નિવેદનને લઈ ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગી લેવી જોઈએ, મારી માતાએ પણ આ મુદ્દે ક્ષમાયાચના કરી લીધી છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ કે મતદાન માટે જરૂરથી જશો. જેમણે લોકોના કામ કર્યા છે તેમને મત આપજો, નફરત ફેલાવનારા અને દિલ્હીના કામ રોકનારાને મત ન આપતા. તમારો એક મત દેશ બદલી શકે છે.

ભાજપ દિલ્હીના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ ટ્વીટ કરીને કહ્યુ કે મતદાન જરૂરથી કરજો તે પછી ભાજપને કરો કે કમળને કે પછી નરેન્દ્ર મોદીને કરો. મારા વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી જ હશે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની સામે ભાજપે સાધ્વી પ્રજ્ઞાને ઉતાર્યા છે. તેમણે પણ લોકોને મત આપીને ભાજપને જીતાડવાની અપીલ કરી છે.

પૂર્વ ક્રિકેટર અને ભાજપના દિલ્હીથી ઉમેદવાર ગૌતમ ગંભીરે પણ લોકોને મતદાન કરવાની અપીલ સાથે કહ્યું કે મેં મતદાન કર્યું હવે તમારો વારો.

આમ ચૂંટણીના છઠ્ઠા તબકકામાં દિગ્ગજોની રાજકીય ભાવિ લોકોના હાથમાં છે અને આજે તેમનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે. નેતાઓ પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે.

READ  લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 7 રાજ્યોની 51 સીટ પર મતદાન, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની અને રાજનાથસિંહની જેવા દિગ્ગજ નેતાઓની 'અગ્નિપરીક્ષા'

Top News Stories From Gujarat : 21-02-2020 | Tv9GujaratiNews

FB Comments