5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિ 68 ટકા વધી, રાહુલ પાસે પોતાની કાર પણ નથી!

ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ નેતાઓની સંપતિ બહાર આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું નામાંકન ભર્યા બાદ તેમની સંપતિની વિગતો બહાર આવી છે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સંપતિમાં 68.93 ટકાનો વધારો થયો છે. રાહુલ ગાંધીની હાલની સંપતિ 15.88 કરોડ જેટલી છે. રાહુલ ગાંધીની સંપતિ 2014માં 9.40 કરોડ જેટલી હતી.

 

READ  અમરેલી: દીપડાના બચ્ચાની પજવણી કરતો VIDEO થયો વાયરલ

આમ જોવા જઈએ તો છેલ્લાં પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિમાં 6 કરોડ 48 લાખ 77 હજાર રુપિયાનો વધારો થયો છે. છેલ્લાં 15 વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિ 2745 ટકા વધી છે. 2004ના વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિ માત્ર 56 લાખ રુપિયા જ હતી જે વધીને હાલ 15.88 કરોડ જેટલી થઈ ગયી છે.

આ સિવાય તેમની પર 5 જેટલા કેસ ચાલી રહ્યાં છે. તેમની પાસે 40 હજાર જેટલી રોકડ રકમ છે જ્યારે 5.19 કરોડ રુપિયા અલગ અલગ કંપનીઓના બોન્ડ, ડિબેન્ચર, શેરમાં લગાવેલાં છે. તેમની પાસે 333.3 ગ્રામ સોનું પણ છે. એફિડેવિટ પર નજર કરીએ તો એક વર્ષમાં રાહુલ ગાંધીએ 1 કરોડ 11 લાખ 85 હજાર 570 રુપિયા કમાયા છે.

READ  રાહુલ ગાંધીએ માગી માફી! કહ્યું કે 'ચોકીદાર ચોર હૈ' નિવેદન ચૂંટણી પ્રચારમાં ઉત્તેજનાને લીધે આપ્યું

 

Top News Headlines Of This Hour : 19-02-2020| TV9News

FB Comments