એવું તો રાહુલ ગાંધી શું કરી રહ્યાં હતા કે તેમનો વીડિયો થઈ ગયો વાયરલ?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને માત્ર બે દિવસ લાખો લોકો જોઈ ચૂક્યાં છે.

રાહુલ ગાંધી એક હેલિકોપ્ટરમાં સફર કરી રહ્યાં હતા ત્યારે તેના હેલિકોપ્ટરમાં કંઈક ખરાબી આવી ગયી હતી અને તેને લઈને રાહુલ ગાંધીને પણ નીચે ઉતરવાની ફરજ પડી હતી. આ વીડિયોને લાખો લોકોએ માત્ર બે દિવસમાં જોયો છે. બાદમાં રાહુલ ગાંધીએ હેલિકોપ્ટર રિપેર કરવાનું શરુ કરી દીધું હતું.

 આ વીડિયોમાં રાહુલ ગાંધી પોતે જ હેલિકોપ્ટર રિપેર કરવા લાગ્યા હતા. પાયલટ અને રાહુલ ગાંધીએ સાથે મળીને હેલિકોપ્ટરને ફરીથી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હિમાચલપ્રદેશમાં આ ઘટના બની હતી. રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પણ શેર કરી છે જેમાં લખ્યું કે સારી ટીમ વર્કનો પણ એ મતલબ છે કે બધા લોકો સહકાર આપે. હિમાચલ પ્રદેશમાં ઉનામાં અમારા હેલિકોપ્ટરમાં કંઈક ખરાબી આવી ગયી હતી. એક સાથે કામ કરીને અમે તેને જલ્દી ઠીક કરી લીધુ. હવે કોઈ ગંભીર વાત નથી.

READ  વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે કર્યું સંબોધન

આ પણ વાંચો: લગ્નના 5 મહિના પછી ઈશા અંબાણીની રોમેન્ટિક તસવીર આવી સામે, જુઓ આ તસવીર

Oops, something went wrong.
FB Comments