રેલવેની નવી યોજના, હવે ટિકીટ બુકિંગ વખતે મળશે પૈસાથી જોડાયેલો આ નવો નિયમ!

રસોઈ ગેસની જેમ હવે રેલવેમાં મુસાફરોને સબસિડીનો વિકલ્પ મળશે. રસોઈ ગેસમાં સફળ રહેલી ગિવ ઈટ અપ ઝુંબેશ હવે રેલવેમાં પણ પુરી રીતે લાગૂ કરવાની તૈયારી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રેલવે મંત્રાલય ઓનલાઈન ટિકીટ બુકિંગ પર મુસાફરોને સબસિડી છોડવાનો વિકલ્પ આપવા જઈ રહ્યું છે.

IRCTCની વેબસાઈટ પર ટિકીટ ખરીદતી વખતે સબસિડી છોડવાનો વિકલ્પ આપવામાં આવશે. તે યાત્રી પર નિર્ભર કરશે કે તે સબસિડી લેવા માંગે છે કે નહીં. ભારતીય રેલવે મુસાફરોને ભાડા પર 47 ટકા સબસિડી આપે છે. સબસિડીની ભરપાઈ માલસામાનથી થતી કમાણી દ્વારા કરવામાં આવે છે. તેના માટે સોશિયલ મીડિયા, રેલવે ટિકીટની પાછળ, ટ્રેનની અંદર અને પ્રિન્ટ વિજ્ઞાપનો દ્વારા જાગરૂકતા ફેલાવવામાં આવશે. આ સ્કીમની શરૂઆત આવતા મહિને શરૂ થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તાજેતરમાં જ રેલવે બોર્ડે CIIના એક પ્રોગ્રામમાં કહ્યું હતું કે મુસાફરોના ભાડાને લઈને રેલવે સતત ખોટમાં છે. તે પહેલા સિનીયર સિટીજનને કન્સેશન છોડવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. રેલવે મંત્રાલયના આંકડાઓ મુજબ લગભગ 40 લાખ સિનીયર સિટીજને સબસિડી છોડી દીધી હતી. તેનાથી રેલવેને લગભગ 78 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

READ  ભારતીય રેલવેએ આજે 300થી વધારે ટ્રેન કરી કેન્સલ, જુઓ તેમાં તમારી ટ્રેન તો નથી ને


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

Top 9 Business News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments