લ્યો બોલો, કેન્દ્રીય મંત્રીને જ નથી મળી રહી રેલવેની કનફર્મ ટિકિટ તો સામાન્ય જનતાની તો શું હાલત થાય ?

રેલવેનું આધુનિકીકરણ થાય અને તમામ રિઝર્વેશન ઓનલાઈન થાય તે માટે કેન્દ્ર સરકાર અનેક પ્રયત્નો કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. કેન્દ્રમાં મંત્રીઓને પણ તેમના કોટામાં નથી મળતી કનફાર્મ ટિકિટ.

વાત છે બનાસકાંઠા ના સાંસદ અને કેન્દ્ર સરકાર માં મંત્રી હરિભાઈ ચૌધરીની. હરિભાઈ ચૌધરીએ પશ્ચિમ ઝોન ના રેલવે મેનેજર સામે બળાપો કાઢ્યો. તેમને રેલવે ના પશ્ચિમ ઝોન ના જનરલ મેનેજર જ્યારે પાલનપુર ખાતે રીવ્યુ બેઠકમાં આવ્યા ત્યારે તેઓએ પોતાના કામ ન થતાં હોવાનો બળાપો જનરલ મેનેજર સમક્ષ મુક્યો

READ  VIDEO: જો આ વ્યક્તિએ સમય સૂચકતા ન દેખાડી હોત તો ગંભીર દુર્ઘટનાનો શિકાર બની જવાનો હતો, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

હરિભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો કે તેમના કાગળ નું કોઈ મહત્ત્વ જ નથી. તેમની અને તેમના પરિવાર ની ટિકિટ પણ પાલનપુર થી તેઓને મળતી નથી. એક સંસદ સભ્ય ના કાગળ નું પણ રેલવે કોઈ દરકાર લેતું નથી.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી જીતવા માટે હવે જવાબદારી ધારાસભ્યોના માથે, ભાજપનો માઇક્રો પ્લાનિંગ

હરિભાઈ ચૌધરી કેન્દ્રીય મંત્રી છે. રેલવેમાં તેમની ટિકિટ જો કન્ફર્મ ન થતી હોય તો સામાન્ય વ્યક્તિ ની શું પરિસ્થિતિ હશે. રેલવે ના આધુનિકરણ પાછળ ખર્ચવામાં આવતા કરોડો રૂપિયા પર હરિભાઈ ચૌધરીએ જ સવાલો ઉભા કર્યા છે.

READ  બનાસકાંઠાના દિયોદરમાં ડિપ્થેરિયાએ લીધો 3 બાળકોનો ભોગ, આરોગ્ય વિભાગ હરકતમાં

[yop_poll id=1691]

Ahmedabad : AMC failed to maintain Social Distancing among people while distributing food packets

FB Comments