કચ્છમાં ભારે વરસાદમાં શામખિયાળી-વોંધ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાયો, રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ટ્રેકનું સમારકામ

કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાએ ભારે રમઝટ બોલાવી છે. ત્યારે ભારે વરસાદને કારણે શામખિયાળી અને વોંધ વચ્ચે આવેલો રેલવે ટ્રેક પણ ધોવાયો છે. જેને કારણે રેલ વ્યવહાર અસરગ્રસ્ત થયો છે. ત્યારે રેલવે તંત્રએ યુદ્ધના ધોરણે ટ્રેકનું સમારકામ શરૂ કર્યુ છે. જેના માટે સ્પેશિયલ ટ્રેન પણ બોલાવવામાં આવી છે. મહત્વનું છે કે મુશળધાર વરસાદને કારણે વિસ્તારમાં 1 કિલોમીટર જેટલો ટ્રેક ધોવાયો છે.

READ  BCCIએ ચીની કંપનીને કહ્યું 'BYE BYE', ભારતીય ટીમને મળી નવી સ્પોનસર કંપની

આ પણ વાંચોઃ મચ્છુ હોનારતની ઘટનાના 40 વર્ષ પૂર્ણ, આ 10 તસ્વીર જોઈને તમારી આંખમાં પણ આંસૂ આવી જશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો અનેક જગ્યાએ ટ્રેકની નીચે ખાડા પડ્યા છે. પરિણામે અમદાવાદ-ભૂજ વચ્ચેનો રેલવે વ્યવહાર રદ કરવામાં આવ્યો છે. ત્યારે એન્જિનિયર્સથી માંડી કર્મચારીઓ ટ્રેકના સમારકામ પાછળ લાગ્યા છે. અને મોડી રાત સુધીમાં ટ્રેકનું સમારકામ પૂર્ણ કરી ફરી રેલ વ્યવહાર પૂર્વવત થવાની શક્યતા સેવાઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments