અમદાવાદ-વડોદરા જેવા મોટા શહેરો વચ્ચે વધારે ઝડપથી દોડશે ટ્રેન, કેબિનેટની મંજૂરી

ભારતીય રેલવે ટૂંક સમયમાં જ પોતાના કરોડો મુસાફરોને એક અત્યંત જરુરી સુવિધા આપી શકે છે. યાત્રિકોની સુવિધાઓને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતના રેલવે વિભાગે વંદે ભારત એક્સ્પ્રેસ શરુ કરી છે અને તેને હવે વિવિધ રુટ પર દોડાવવાની સરકારની યોજના છે. હવે સરકારે ધ્યાન દિલ્હી-મુંબઈ અને દિલ્હી હાવડા જેવા રુટ પર કેન્દ્રિત કર્યું છે. ત્યાં ટ્રેનની ઝડપ 160 કિલોમીટર સુધી રાખવાની મંજૂરી આપી દેવાઈ છે. બીજી તરફ રેલવે વિભાગે 180 કિમી પ્રતિકલાકની ઝડપે દોડનારું એન્જિન પણ તૈયાર કર્યું છે.

READ  ‘કચરો' સારો છે, આગામી 6 વર્ષમાં 5 લાખ નોકરીનું થશે સર્જન, ઈ-વેસ્ટ ક્ષેત્રે ઉભી થશે રોજગારીની તકો

https://twitter.com/PiyushGoyal/status/1162258522987384834

રેલવે મંત્રી પિયૂષ ગોયલ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે આ રેલવે એન્જિન મેક ઈન ઈન્ડિયા અંતગર્ત તૈયાર કરવામાં આવ્યું છે. આ એન્જિનના આવવાથી ટ્રેનની ગતિ વધી જશે. રેલવે મંત્રી દ્વારા એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં નજરે પડી રહ્યું છે ટ્રેન 180 કિમીની ઝડપે ચાલી રહી છે.

ભારત સરકાર જે ખાસ રુટ છે તેના પર હાલ વધારે ધ્યાન આપી રહી છે અને આગામી સમયમાં મોટા ભાગના રેલવે એન્જિનો તૈયાર કરી દેવાશે અને તેના લીધે લોકોને પોતાની મુસાફરીના સમયમાં મોટો ઘટાડો થશે.

READ  ભ્રષ્ટ અધિકારીઓ પર સરકારની તવાઈ, 15 વરિષ્ઠ અધિકારીને કાર્યકાળ પુરો થતાં પહેલાં જ આપવું પડશે રાજીનામું!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

 

FB Comments