હવે રેલવેમાં મુસાફરોને મળશે ફ્લાઈટ જેવી અદ્યતન સુવિધા, IRCTCને આપી જવાબદારી

હવે ભારતીય રેલવેમાં પણ ફ્લાઈટ જેવા સુવિધા મળવાની છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન એવી કેવી સુવિધા મળશે જેની તુલના ફ્લાઈટની સાથે કરવામાં આવી રહી છે.

ભારતીય રેલવેમાં નવી પહેલ હેઠળ હવે ફ્લાઈટની જેમ વંદે ભારત ટ્રેનમાં એર હોસ્ટેસ અને ફ્લાઈટ સ્ટીવર્સ રાખવમાં આવશે. આ ટ્રાયલ પ્રોજેક્ટ પહેલા જ આ ટ્રેનમાં શરૂ કરવામાં આવી ચૂક્યો છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ને આ પાયલટ પ્રોજેક્ટની જવાબદારી આપવામાં આવી છે. આ સર્વિસની શરૂઆત દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જો એક મહિનામાં આ કામ નહીં કર્યું તો પાનકાર્ડનો ઉપયોગ નહીં કરી શકો!

IRCTCએ વંદે ભારત ટ્રેનમાં 6 મહિના માટે 34 એર હોસ્ટેસ અને ફ્લાઈટ સ્ટીવર્સને નોકરી પર રાખ્યા છે. જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો ત્યારબાદ રેલવે તરફથી બીજી ટ્રેનોમાં પણ આ સુવિધાની શરૂઆત કરવામાં આવશે. IRCTCના પ્રવક્તા સિદ્ધાર્થ સિંહે જણાવ્યું કે રેલવેની મુસાફરીને સુગમ બનાવવા માટેના પ્રયત્નોમાં આ એક નવી પહેલ કરવામાં આવી છે. જેથી મુસાફરોને મુસાફરી દરમિયાન સારી સુવિધા મળી શકે.

ટ્રેનમાં મુસાફરોને સીટ સુધી જમવાનું પહોંચાડનારા લાઈસન્સવાળા કેટરર્સને 8 હજાર થી 10 હજાર રૂપિયા મહિને આપવામાં આવે છે પણ વંદે ભારત માટે જે 34 એર હોસ્ટેસ અને ફ્લાઈટ સ્ટીવર્સ રાખવામાં આવ્યા છે.

READ  PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેમને 25 હજાર રૂપિયા મહિને મળશે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત એક્સપ્રેસનું ભાડુ બીજી ટ્રેનો કરતા વધારે છે. દિલ્હી-વારાણસી માટે એસી ચેયર કારનું ભાડુ 1,760 રૂપિયા છે. જ્યારે એક્ઝિક્યુટિવ કલાસનું ભાડુ 3,310 રૂપિયા છે. જેમાં કેટરિંગનું ભાડુ પણ સામેલ છે.

READ  કેજરીવાલના માર્ગે ચાલ્યો હાર્દિક પટેલ, પ્રજાને પૂછ્યો પોતાના રાજકીય કૅરિયર સાથે જોડાયેલો સૌથી મોટો સવાલ : VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિલ્હી-કટરાની વચ્ચે પણ હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ચાલવાની છે. જેનો ટ્રાયલ રન ગયા મહિનાથી શરૂ થઈ ગયો છે. આ ટ્રેન શરૂ થવાથી દિલ્હી અને કટરાની વચ્ચે વૈષ્ણોદેવી યાત્રા માટે 8 કલાક લાગશે. જ્યારે હાલમાં અન્ય ટ્રેનોમાં 12 કલાક થાય છે.

 

Coronavirus : Police keeping eye on lockdown violators through drone, Ahmedabad

FB Comments