આજે ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો રદ થઈ શકે, આ છે કારણો

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વિશ્વ કપમાં વરસાદને લીધે તમામ ટીમો મુશ્કેલીમાં મુકાયેલી છે. ટૂર્નામેન્ટ દરમિયાન 4 મેચ વરસાદને લીધે રદ થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટમાં સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

આ મુકાબલો માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાશે પણ સતત પડી રહેલા વરસાદને લઈને ક્રિકેટ ચાહકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. મેચ જોવા માટે બધા જ લોકો પ્રાર્થના કરી રહ્યાં છે કે વરસાદ ના આવે અને મેચ જોવા મળે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મેચના એક દિવસ પહેલા વરસાદ પડ્યો નથી પણ વાદળો છવાયેલા રહ્યાં હતા. થોડા દિવસ પહેલા પડેલા વરસાદના કારણે મેદાન ખુબ ભીનું છે. ઘણી જગ્યાએ તો કાદવ જેવી હાલત પણ છે. પિચ અને તેની આસપાસની જગ્યા કવર ઢાંકવાને લીધે સુરક્ષિત છે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચેની મેચ પણ મેદાન ભીનું હોવાને લીધે રદ કરવી પડી હતી. ત્યારે ઓલ્ડ ટ્રેફર્ડના ગ્રાઉન્ડ સ્ટાફની આજે અગ્નિ પરીક્ષા થશે.

READ  ડેનમાર્કના વિઝાને લઈ મુશ્કેલીમાં બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે વિદેશ પ્રધાનને Tag સાથે કર્યું Tweet

ગ્રાઉન્ડ સ્ટાફ તક મળવાની સાથે જ મેદાન મેચ રમવા લાયક બનાવવા માટે પ્રયત્ન કરે છે પણ વાદળોના કારણે તડકો આવતો નથી ત્યારે પાણી સુકવવા માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી જગ્યાઓ પર પાણી સુકવવા માટે ઘણી બધી હેલોજન લાઈટનો ઉપયોગ પણ કરવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભારતે 200 વર્ષ સુધી ત્રાસ સહન કર્યો, 45 ટ્રિલિયન ડોલર લઈ ગયા અંગ્રેજો: એસ. જયશંકર

 

 

હવામાન વિભાગ અનુસાર આજની મેચ દરમિયાન 2 વખત વરસાદ પડવાની સંભાવના 50 ટકાથી વધારે છે. બપોરે 12થી 1 વાગ્યા સુધી અને સાંજે 5થી 7 વાગ્યાની આસપાસ વરસાદ આવવાની સંભાવના 50 ટકાથી વધારે છે. સતત વરસાદને લીધે શનિવારે પાકિસ્તાન અને ભારતના ખેલાડીઓએ થોડા સમય માટે જ પ્રેક્ટિસ કરી શક્યા હતા. ત્યારબાદ ઈનડોર પ્રેક્ટિસ દ્વારા જ કામ ચલાવવુ પડ્યુ હતું.

આ પણ વાંચો: VIDEO: વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય ના હારવાના રેકોર્ડ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે

ઉલ્લેખનીય છે કે સતત વરસાદને લીધે મેદાનને કવર કરવામાં આવતું નથી. જો કવર કરવામાં આવે તો મેચ રમાવવાની સંભાવના વધી જાય છે. કારણ કે આઉટફિલ્ડ વધારે ભીનું થતું નથી. વરસાદને લીધે શ્રીલંકાની 2 મેચ રદ થઈ ચૂકી છે, માત્ર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ જ એવી છે કે તે ટીમની વરસાદના લીધે કોઈ મેચ રદ થઈ નથી.

READ  દેશભરમાં સતત 7 દિવસ બેંક બંધ રહેશે, સોશિયલ મીડિયામાં વાઈરલ આ મેસેજ સાચો છે કે, ખોટો?

 

Top News Stories Of Gujarat : 13-10-2019 | Tv9GujaratiNews

FB Comments