આ રાજ્યની સરકારનો નિર્ણય, પાકિસ્તાનથી આવેલા હિન્દૂ શરણાર્થીઓને અડધા ભાવે જમીન આપશે

rajasthan ashok gehlot pakistan hindu land citizenship amendment act caa protests aa rajya ni sarkar no nirnay pakistan thi aavela sharnathio ne adtha bhave jamin aapse
પ્રતિકાત્મક તસ્વીર

નાગરિકતા સુધારા કાયદાનો (CAA) દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજસ્થાનની ગેહલોત સરકાર પાકિસ્તાનથી આવેલા હિન્દૂ શરણાર્થીઓને નાગરિકતા આપ્યા પછી હવે રાહત દરે રહેવા માટે જમીનની ફાળવણી કરી રહી છે. ગેહલોત સરકારે પાકિસ્તાનથી આવીને ભારતમાં નાગરિકતા લીધેલા 100 હિન્દૂ પરિવારોને 50 ટકા સસ્તા ભાવે જમીનના કાગળ વહેંચ્યા છે.

 

READ  MPમાં ભાજપ વિરુદ્ધ કૉંગ્રેસના PLANની કરીના કપૂરે કાઢી નાખી હવા, જાણો શું હતો કૉંગ્રેસનો PLAN અને કેવી રીતે કરીનાએ કરી નાખી ભાજપની મદદ ?

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કેન્દ્રના નાગરિકતા સુધારા કાયદાના વિરોધની વચ્ચે પાકિસ્તાનથી આવેલા હિન્દૂ શરણાર્થીઓને રાજસ્થાનમાં વસવા માટે સસ્તા ભાવ પર જમીન આપવાની જાહેરાત કરી છે. જયપુરમાં જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ આવા 100 પરિવારો માટે 50 ટકા ઓછા ભાવે સરકારી જમીન આપવાની શરૂઆત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

માનવામાં આવી રહ્યું છે કે ભાજપે જે રીતે હિન્દૂ શરણાર્થીઓની વચ્ચે કોંગ્રેસને ખલનાયક બતાવવાનું અભિયાન શરૂ કર્યુ છે, તેને ધ્યાનમાં રાખીને રાજસ્થાનની ગેહલોત સરકારે હવે પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીઓને પોતાના બનાવવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે.

READ  VIRAL કેટલું રીઅલ ? : શું પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં એક બાળકીએ રાહુલ ગાંધીને પપ્પૂ કહ્યા ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ પોતાના સ્તર પર 5 પાકિસ્તાની હિન્દૂ શરણાર્થીઓને જમીનના કાગળ વહેંચીને આ અભિયાનની શરૂઆત કરી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા તેનાથી દુર રહ્યા, રાજસ્થાનના શહેરી વિકાસ પ્રધાન શાંતિ ધારીવાલે જણાવ્યું કે કોંગ્રેસની સરકાર તેમના વેલફેર માટે કામ કરી રહી છે. તેમના નામ પર રાજનીતિ નથી કરતી.

READ  CBI ડાયરેક્ટર આલોક વર્માએ પદ સંભાળ્યું અને 24 ક્લાકમાંજ બહાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં એક લાખથી વધારે પાકિસ્તાની હિન્દૂ શરણાર્થી રહે છે. જેના માટે મુખ્યમંત્રી અશોક ગેહલોત શરૂથી નાગરિકતા આપવાની પેરવી કરતા રહ્યાં છે. લોકસભામાં અમિત શાહ આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે અને દિલ્હીની રેલીમાં વડાપ્રધાન મોદી પણ આ વાત જણાવી ચૂક્યા છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ‘સર્વોચ્ચ નેતા’ અયાતુલ્લાહ ખમનેઈને સતર્ક રહેવાની આપી ચેતવણી

 

Oops, something went wrong.
FB Comments