રાજસ્થાનની માત્ર આ 3 સીટ્સ પર હશે કાલે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની નજર!

મંગળવારે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે જેમાંનું એક રાજ્ય એટલે રાજસ્થાન. કોણ બનશે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી?

ભલે આ સવાલનો જવાબ આવતીકાલે મળી જશે પરંતુ શું તમને ખબર છે કે રાજસ્થાનની 200 સીટ્સ પર નહીં પરંતુ સૌ કોઈની નજર હશે રાજસ્થાનની માત્ર 3 સીટ્સ પર. કારણ કે આ 3 સીટ્સ પર જીતનાર પાર્ટી જ રાજસ્થાનમાં સરકાર બનાવે છે. આવું અમે નહીં, ભૂતકાળના પરિણામો કહી રહ્યાં છે.

સૌથી પહેલી સીટ છે કેકડી

કહેવાય છે કે માત્ર 1967ની ચૂંટણીને છોડીને કેકડીમાં જે પાર્ટીની જીત થઈ છે તેની જ રાજ્યમાં સરકાર બની છે. 1967માં સ્વતંત્ર પાર્ટીની જીત થઈ હતી પરંતુ સરકાર કોંગ્રેસની બની હતી. તો વર્ષ 1990માં કેકડીથી જનતા દળના ઉમેદવાર શંભુ દયાળની જીત થઈ હતી પરંતુ ભાજપે સરકાર બનાવી હતી. ખાસ વાત તો એ છે કે જનતા દળના સમર્થનથી જ ભાજપે સરકાર બનાવી હતી. વર્ષ 1993માં ફરીથી કેકડીમાં શંભુ દયાળની જીત થઈ પરંતુ આ વખતે તેઓ બીજેપીથી જ ઉમેદવાર હતા.

READ  કોને જોઈએ આવા મુખ્યમંત્રી જે 12 કલાકની ભૂખ હડતાળ પર ખર્ચ કરી દે છે જનતાના 10 કરોડથી વધુ રૂપિયા

બીજી સીટ કપાસણ

વર્ષ 1977 સુધી તો રાજસ્થાનમાં સતત કોંગ્રેસને જીત મળતી રહી. ઈન્દિરા વિરોધી લહેર વખતે પહેલી વખત કપાસણમાં જનતા પાર્ટીના ઉમેદવાર મોહનલાલને જીત મળી. વર્ષ 1953થી કપાસણના લોકોની પસંદગી એ જ ધારાસભ્યો પર રહી જેની પાર્ટીએ જ રાજસ્થાનમાં સરકાર બનાવી. 1993ની ચૂંટણીમાં કપાસણની જનતાએ ભાજપને જીત અપાવી અને આ વર્ષે ભૈરોસિંગ શેખાવતે રાજ્યમાં એક વખત ફરીથી મુખ્યમંત્રી બન્યા. પાછલી પાંચ વિધાનસભા ચૂંટણી એટલે 1998થી અહીં ભાજપને 3 વખત જીત મળી છે જ્યારે કે કોંગ્રેસ 2 વખત જીત મેળવવામાં સફળ રહી છે.

READ  દેર સે ભી આયે, દુરસ્ત શે ભી નહીં આયે! રાહુલ ગાંધીએ કલમ 370 પર તોડ્યું મૌન

આ પણ વાંચો: 600 અંક તૂટ્યું સેન્સેક્સ! આખરે શેરબજારમાં કેમ મચ્યો હાહાકાર? એગ્ઝિટ પૉલ કે અમેરિકા, કોણ જવાબદાર?

ત્રીજી સીટ કુંભલગઢ

 વર્ષ 1951થી લઈને અત્યાર સુધી 13માંથી 10 વખત કુંભલગઢમાં એવી પાર્ટીને જીત મળી છે જેની રાજ્યમાં સરકાર બની છે. માત્ર ત્રણ વખત જ આ ટ્રેન્ડમાં બદલાવ જોવા મળ્યો છે. વર્ષ 1951માં કે જ્યારે ભાજપ જીત્યું હતું પણ સરકાર કોંગ્રેસની બની હતી. ત્યારબાદ વર્ષ 1962 અને 1990માં પણ આવું જ થયું. 1990માં કુંભલગઢ બેઠક પરથી કોંગ્રેસને જીત મળી હતી જ્યારે કે રાજ્યમાં સરકાર બીજેપીની બની હતી.

READ  કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા, અમેઠીમાં હાર મુદ્દે શું બોલ્યા રાહુલ ગાંધી જાણો

[yop_poll id=188]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments