ગહલોત અને પાયલટ બંનેમાંથી 72 કલાકની રસાકસી પછી રાજસ્થાનમાં કોણે આખરે મળી સત્તા?

બે દિવસથી ચાલી રહેલાં મનોમંથન પછી આખરે રાજસ્થાનના રણમાં અશોક ગહલોતના નામ પર કોંગ્રેસે હામી ભરી છે. પરંતુ રસપ્રદ વાત એ છેકે 1952માં કોંગ્રેસ પહેલી વખત જીત્યું ત્યારથી સીએમ પદના કારણે કાર્યકર્તાઓ બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. જે પછી દર વખતે કોંગ્રેસની સરકાર બની છે ત્યારે આ પ્રશ્ન સામે આવ્યો છે.

આજે અશોક ગહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી અને સચિન પાયલટને ઉપમુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશે ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ ગહલોત અને સચિન પાયલટ સાથે એક તસવીર શેર કરીને તેને રાજસ્થાનની એકતાનો રંગ ગણાવ્યો હતો.

READ  રાજ્યસભાની બે બેઠકો જીતવા કોંગ્રેસના રાત-દિવસ ઉજાગરા, મોડી રાત સુધી કોંગ્રેસના નેતાઓ અને MLA વચ્ચે બેઠક

આ પણ વાંચો : શું ગુજરાતમાં કોંગ્રેસનો સારા દેખાવ અશોક ગહલોતને મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચાડી ગયો ?

કોંગ્રસ નેતા અશોક ગેહલોતે શુક્રવારે નવી દિલ્હીમાં કહ્યું કે, નિર્ણય લેવામાં મોડું નથી થઈ રહ્યું. ભાજપ જુઠ્ઠાણા ફેલાવી રહી છે. ભાજપે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પસંદ કરવામાં સાત દિવસનો સમય લીધો હતો. તે જ પ્રમાણે મહારાષ્ટ્રમાં 9 દિવસ પછી સીએમનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાની વાત છે અને તેમાં સમય લાગે જ છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ પહેલાં ગુરુવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ધરે બેઠક ચાલી હતી. મધ્યપ્રદેશને છોડીને મોડી રાત સુધી કોઈ નામ નક્કી નહતું કરાયું. નામની જાહેરાત પહેલાં પણ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રાહુલને મળવા તેના ઘરે પહોંચી હતી. પ્રિયંકા વાડ્રા પણ આ બેઠકમાં હાજર રહી હતી.

આ તરફ સચિન પાયલટે કહ્યું કે, અમે આ રૂમમાં બેઠા હતા અને કોને ખબર હતી કે બે-બે કરોડપતિ થઈ જશે. સચિને પણ પોતાના આ નવા પદ માટે લોકોનો અને રાહુલ ગાંધીનો આભાર માન્યો છે. તેમણે સાથે જ કહ્યું કે, વસુંધરા રાજેની સરકાર સામે મારો અને અશોક ગહગોત બંનેનો જાદુ ચાલી ગયો છે. જે અમારા માટે સૌથી મોટો મોકો છે.

READ  ગાંધીજી અને સરદાર પટેલના સ્મારક પરથી આશીર્વાદ મેળવી કોંગ્રેસ કરશે લોકસભા ચૂંટણીની તૈયારી, CWC માટેની તૈયારીઓનો આખરી ઓપ

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=”239″]

READ  VIDEO: સુરતમાં ટ્રક ચાલકે સ્કૂલ રીક્ષાને લીધી અડફેટે, રીક્ષામાં સવાર હતા 6 બાળકો
Oops, something went wrong.
FB Comments