રાજસ્થાનમાં રામકથા દરમિયાન મંડપ તૂટી પડતાં 15 લોકોના મોત, મોટાભાગના વૃદ્ધો હોવાની આશંકા

રાજસ્થાનના બાડમેરમાં રામકથા દરમિયાન ભંયકર દુર્ઘટના સર્જાઈ છે. ભારે પવનના કારણે મંડપ ભાંગી પડ્યો હતો અને જેમાં 15 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. તો 50 જેટલા લોકો ઘાયલ થયા છે. મંડપ તૂટવાથી દોડધામ મચી હતી. મંડપમાં કરંટ ફેલાવવાના કારણે પણ કેટલાક લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલનું ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન, વેરિફિકેશન જરૂરી નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં કેમ થશે મોડું? બપોર પછી ટ્રેન્ડનો અંદાજો આવશે, તો પરિણામ આવવામાં પડી જશે રાત!

 

અધિકારીએ જણાવ્યું કે, મંડપમાં મોટાભાગના વૃદ્ધ લોકોની હાજરી હતી. આશરે 350 જેટલા લોકો રામકથા સાંભળવા પહોંચ્યા હતા. ત્યારે ભારે પવનના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments