રાજસ્થાનમાં ગુર્જર થયા લાલઘુમ, કરોડોની સરકારી સંપત્તિને નુકસાન, ગેહલોત સરકાર બની મુક દર્શક

રાજસ્થાનમાં ગુર્જર સમાજે અનામત માટે શરૂ કરેલા આંદોલનમાં આજે હિંસા થઈ હતી. ધોલપુર હાઈવે પર પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં દેખાવકારોએ રસ્તો રોકી દીધો હતો અને વાહનોને આગ ચાંપી હતી.

છેલ્લાં લાંબા સમયથી ગુર્જર સમુદાયનાં લોકોએ અનામતની માગણીના ટેકામાં આજે સતત ત્રીજા દિવસે પણ એમનું આંદોલન ચાલુ રાખ્યું હતું અને સવાઈ માધોપુર જિલ્લામાં તેઓ રેલવેના પાટા પર બેસી ગયા હતા અને ટ્રેનવ્યવહાર અટકાવી દીધો હતો. દેખાવકારો પાટા પર બેસી ગયા હતા.

કેટલાંક સ્થાનો પર દેખાવકારોએ પાટામાંથી ફિશપ્લેટ્સ કાઢી નાખવાની પણ ઘટના બની હોવાનું કહેવાય છે. રેલવે વિભાગે સુરક્ષાની તકેદારી રાખીને ત્રણ ટ્રેન રદ કરવાની અને એક ટ્રેનનો માર્ગ વાળવાની ફરજ પડી હતી.

આ તરફ ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા કિરોડીસિંહ બૈંસલા અને એમના સમર્થકો ગયા શુક્રવારની સાંજથી રેલ-રોકો અને રસ્તા-રોકો આંદોલને ઉતર્યા છે. છેલ્લા બે દિવસમાં પશ્ચિમ મધ્ય રેલવેને આશરે 200 જેટલી ટ્રેનોને રદ કરવી પડી છે અથવા તો ડાયવર્ટ કરવી પડી છે અથવા એમની સફર અધવચ્ચેના સ્ટેશને જ સમાપ્ત કરી દેવાની ફરજ પડી છે.

READ  અમદાવાદ: કોંગ્રેસે કરી 'બંધારણ બચાવો' કૂચ, કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર

આ પણ વાંચો : બે છોકરીઓએ મોદીને લઈને બનાવ્યું એવું PARODY ગીત કે ભાજપ સમર્થક આવી ગયા ગેલમાં, વાયરલ વીડિયો 

અત્રે નોંધનીય છે કે 26 ઓક્ટોબર 2018ના રાજસ્થાન સરકારે એક ખરડો પાસ કર્યો હતો જેમાં અધર બેકવર્ડ ક્લાસીસ (OBC) ક્વોટાને 21 ટકાથી વધારીને 26 ટકા કર્યો હતો. 2018ના ડિસેમ્બરમાં રાજ્ય સરકારે ગુર્જર સમાજ માટે તેમજ ચાર OBC વર્ગો માટે એક ટકા અનામતને મંજૂરી આપી હતી.

READ  ગુજરાતમાં પેટાચૂંટણીઃ અમરાઈવાડી બેઠક પર નેતાઓના ધામા...મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઈ કેન્દ્રીય મંત્રીઓ કરશે પ્રચાર

[yop_poll id=1284]

22 suspected coronavirus patients tested negative , Rajkot | Tv9GujaratiNews

FB Comments