ફિલ્મ રિલીઝ થવાના એક દિવસ પહેલાં જ રજનીકાંત અને અક્ષય કુમારની ‘2.0’ પર લાગી શકે છે મોટું ગ્રહણ

Akshay 2.0_Tv9 News

Akshay 2.0_Tv9 News

તાજેતરમાં બૉલિવૂડ અને વિવાદ બંને એકબીજાની સાથે જ ચાલતાં હોય તેવું બની રહ્યું છે. હવે હજી રિલીઝ થઈ પણ નથી ત્યારે રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ 2.0 વિવાદમાં આવી ગઈ છે. જેના પર સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને ટાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ એસોસિએશ (COAI)ને નારાજગી વ્યક્ત કરી છે.

CBFCને ફિલ્મ રદ્દ કરવા માટે કરી માંગણી

COAI ના મતે ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે, મોબાઈલ સર્વિસ અને ટાવર પર્યાવરણ પર ખોટી અસર નાખી રહ્યું છે, અને જે વાસ્તવામાં જનહીતના વિરુદ્ધમાં છે. તેમની નારાજગી એટલે હદ સુધી પહોંચી ગઈ છે કે, એ લોકો ઈચ્છે છે કે, બોર્ડ આ ફિલ્મની રીલિઝ રોકી દે અને તેના માટે નોટિસ મોકલવા માટે વિચારણા કરી રહ્યું છે.

આ પણ વાંચો :  ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળતાં ‘ગબ્બરે’ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું !!!

COAI માં દેશની તમામ ટેલીકોમ કંપનીઓ ભાગ લઇ રહી છે. જેમણે તમામે જ 2.0 ના પ્રમોશન વીડિયો પર વાંધો ઉઠાવ્યો છે. તેમના અનુસાર ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છેકે, મોબાઇલ ફોન અને તેના ટાવરોમાંથી નીકળનારા electromagnetic field emissions પર્યાવરણ અને મનુષ્યો અને પ્રાણીઓ માટે ખતરનાક છે.

કેમ ઊઠાવી રહ્યા છે વાંધો ? 

પોતાના નિવદેનમાં કંપની તરફથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રકારના પ્રદર્શનના કારણે મોબાઈલ ફોન અને ટાવર વિરૂધ્ધ ભયનો મહોલ ઊભા કરવાની વાત છે. જેથી ફિલ્મનું સ્ક્રીનિંગ રદ્દ કરવાની માગ કરી રહ્યું છે. જેના પર કલમ 268, 505 અને 499નું ઉલ્લંઘન કરતાં હોવાનું મનાવમાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : VIDEO: દેશમાં પહેલી વખત જુઓ નેતાને જમીન પર નાક રગડાવીને માફી માંગતા…

ફિલ્મ 2.0 29 નવેમ્બરના રિલીઝ થઇ રહી છે. જેમાં ફિલ્મ માટે 14 ભાષાઓમાં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મનું બેજેટ રૂ. 450 કરોડની આસપાસ આંકવામાં આવી રહ્યું છે. કેટલાંક રિપોર્ટમાં ફિલ્મનું બજેટ રૂ. 600 કરોડ આંકવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છેકે ફિલ્મ પાકિસ્તાનમાં પણ રિલીઝ થઇ રહી છે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat : 17/07/2019 | TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળતાં ‘ગબ્બરે’ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું !!!

Read Next

VIRAL કેટલું રીઅલ ? : મદ્રેસામાં ધાર્મિક ભેદભાવના શિક્ષણનું સત્ય

WhatsApp પર સમાચાર