સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે ‘રાજનેતા’ બનવાની કરી જાહેરાત, આગામી વિધાનસભા ચૂંટણી લડી શકે

સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે અભિનેતાથી રાજનેતા બનવાની જાહેરાત કરી છે. તે તમિલનાડુની આગામી વિધાનસભા ચૂંટણી લડશે.

તેમને જણાવ્યુ કે તે તેમના સમર્થકોને નારાજ કરવા નથી ઈચ્છતા. 2017માં રાજનીતિમાં પગલુ રાખવાવાળા અભિનેતા આ લોકસભા ચૂંટણીમાં ભાગ નથી લઈ રહ્યાં. તેમના રાજકીય ભવિષ્યને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે અભિનેતા કમલ હસનની પાર્ટી તમિલનાડુ વિધાનસભાની પેટાચૂંટણીમાં 18 સીટ પર ચૂંટણી લડી રહી છે.

રજનીકાંતે જણાવ્યુ કે, જ્યારે પણ રાજયમાં વિધાનસભાની ચૂંટણી હશે ત્યારે હું લડવા માટે તૈયાર છુ. હું મારા સમર્થકોને નારાજ કરવા નથી ઈચ્છતો. મારા સ્ટેન્ડમાં કોઈ ફેરફાર નહી થાય. રજનીકાંતે ઔપચારિક રીતે તેમની રાજકીય પાર્ટીની જાહેરાત કરી નથી.

READ  વડાપ્રધાન મોદીએ અભિનેતા આમિર ખાનનો માન્યો આભાર, જુઓ VIDEO

અત્યારે તેમના સમર્થકો રજની મક્કલ મંદરમ પાર્ટીના પ્રી-કર્સર તરીકે કામ કરી રહ્યાં છે. રજનીકાંત આગામી વિધાનસભા ચૂંટણીમાં તમિલનાડુની તમામ 234 સીટો પર ઉમેદવાર જાહેર કરી શકે છે. તમિલનાડુમાં 2021માં વિધાનસભા ચૂંટણી આવશે પણ AIDMK સરકાર રહેશે કે નહિ તે પેટા ચૂંટણીના પરિણામો પછી જાણી શકાશે.

 

Top News Stories From Gujarat: 21/1/2020| TV9News

FB Comments