રજનીકાંત પહોંચ્યા કમલ હસનના ઘરે તો બની ગઈ મોટી ખબર, સાઉથ ઇન્ડિયામાં ઘર ઘરમાં થવા લાગી બંને દિગ્ગ્જ્જોની મીટિંગની ચર્ચા

kamal Hasan meets Rajnikanth
kamal Hasan meets Rajnikanth

દક્ષિણ ભારતના બે મોટા સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસનની મુલાકાતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીજ નહીં, ત્યાંના રાજકારણમાં પણ સનસની ફેલાઈ ગઈ છે. સાઉથના સુપરસ્ટાર કમલ હસન અને થલાઈવા રજનીકાંતનું એક-બીજાને મળવું એ તેમના લાખો કરોડો ફેન્સ માટે પણ કુતૂહલનો વિષય છે.

kamal Hasan meets Rajnikanth
Rajinikanth meets Kamal Haasan

એક સમય હતો જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રજનીકાંત અને કમલ હસન એક-બીજાના દુશ્મન કહેવાતા પણ જ્યારથી કમલ હસને મક્કલ નિધી મય્યમ નામની રાજકીય પાર્ટી બનાવીને રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારથી ચિત્ર બદલાઈ રહ્યું છે. અને તેમાં પણ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં બન્ને સુપરસ્ટાર્સનું મળવું આશ્ચર્ય પમાડે તેવું છે.

READ  ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે દેશ અને વિદેશમાં આર્કિટેક્ટ, શિક્ષણ અને એન્જિનિયરિંગની સાથે સાથે અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ નોકરીની ઉજ્જવળ તકો
kamal Hasan meets Rajnikanth
Rajinikanth meets Kamal Haasan

કહેવાય છે કે રજનીકાંત પોતાની દિકરી સૌંદર્યાના લગ્નની કંકોત્રી આપવા કમલ હસનને મળ્યા. ફિલ્મમેકર સૌંદર્યા બિઝનેસમેન કમ એક્ટર વિશાગન વનનગમુદી સાથે 11 ફેબ્રુઆરીએ લગ્ન કરી રહી છે તેથી રજનીકાંત પોતાના ખૂબજ ખાસ મિત્રોને જાતે જઈને કંકોત્રી આપી રહ્યા છે.

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Headlines Of This Hour : 17-09-2019 | Tv9GujaratiNews

FB Comments