દેશના આ એરપોર્ટ પર ચેક-ઈન માટે નહી આપવુ પડે ઓળખ પત્ર

એરપોર્ટ પર એન્ટ્રી કરવા માટે હવે કોઈ પણ ઓળખ પત્ર બતાવવાની જરૂરીયાત રહેશે નહી. હવે મુસાફરોની ઓળખાણ તેમના ચેહરાથી જ સુનિશ્ચિત કરવામાં આવશે. દેશમાં પ્રથમ વખત હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ફેસ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એક અહેવાલ અનુસાર તમામ ડોમેસ્ટિક ઉડાન ભરનારા મુસાફરો પર તેનો ટ્રાયલ 31 જુલાઈ સુધી કરવામાં આવશે. GMR હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમીડિટના પ્રવક્તાએ કહ્યું કે FRનો ભાગ બનવા માટે લગભગ 180 પેસેન્જર સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા છે. એરપોર્ટે અલગથી ડોમેસ્ટિક ડિપાર્ચર ગેટ નંબર 1ની પાસે ફેસ રેકગ્નિશન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હૈદરાબાદ એન્કાઉન્ટર બાબતે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ, જાણો હવે શું થશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લોકો માટે નોંધણી સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. જે એક નવો ડિજિટલ અનુભવ છે. આ ડિજિટલ મુસાફરીથી કાગળ રહિત મુસાફરી થશે અને અલગ અલગ કેન્દ્રો પર ઓળખ પત્રની તપાસની જરૂરીયાત રહેશે નહી.

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments