ગુજરાતમાં ગોઝારો અકસ્માત, રાજકોટ-ભાવનગર હાઈવે બન્યો રક્તરંજિત, 4 સગા ભાઇઓ સહિત 5ના મોત : Video

રાજકોટ-ભાવનગર હાઈવે ફરીવાર રક્તરંજીત બન્યો છે. હાઈ-વે પર આવેલા આટકોટ અને જંગવડ ગામ વચ્ચે કાર પલટી જતા 5 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.

જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..અકસ્માતમાં લક્ષ્મણ કુવાડિયા, નિલેષ ચાવડા, રાકેશ ચાવડા, ભરત કેરાસીયા અને કલ્પેશ કેરાસીયાનાં મોત નીપજ્યા છે…મૃતકો ભાવનગરનાં રંઘોણાનાં હોવાનું અનુમાન છે..કારમાં સવાર લોકોને રાજકોટમાં લગ્નપ્રસંગમાં જતા સમયે અકસ્માત નડ્યો છે.

READ  અમદાવાદની APMC માં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

અકસ્માતની કરુણતા એ છે કે મૃતકોમાં ચાર વ્યક્તિઓ તો સગાભાઈ હતા. મૃતકોમાં 32 વર્ષીય લક્ષ્મણ કુવાડિયા, 26 વર્ષીય નીલેશ ધીરૂભાઈ ચાવડા, 23 વર્ષીય રાકેશ ધીરૂભાઈ ચાવડા, 23 વર્ષીય ભરત વાશિંગભાઈ કેસરિયા અને 26 વર્ષીય કલ્પેશ વાશિંગભાઈ કેસરિયા. મૃતકોમાં નીલેશ અને રાકેશ સગા ભાઇઓ છે, તો ભરત અને કલ્પેશ પણ સગા ભાઇઓ છે.

READ  ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી, ગાજવીજ સાથે પવન પણ ફૂંકાઈ શકે!

મળતી માહિતી મુજબ આ તમામ લોકો જૂનાગઢમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતાં, ત્યારે જંગવડ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. મૃતકોમાં એક સુરતનો, બે લાખાવડના અને બે રંઘોળા ગામના છે, જ્યારે ઈજાગ્રસ્ત બે યુવાનો સિહોરના નેસડા ગામના હોવાનું ખુલ્યું છે.

જુઓ વીડિયો :

[yop_poll id=834]

Oops, something went wrong.
FB Comments