રાજકોટમાં આડેધડ ફી ઉઘરાવતી ખાનગી સ્કૂલો સામે તંત્રએ કરી લાલ આંખ, જાણો કઈ સ્કૂલો કરશે વાલીઓને ફી પરત?

રાજકોટની ખાનગી સ્કૂલોમાં વસૂલાતી કમરતોડ ફીના વિરોધમાં તંત્ર એક્શનમાં!

સૌરાષ્ટ્રની કેટલીક ખાનગી સ્કૂલો મનમાની મુજબ ફી વસૂલતી હતી, જેના પર તંત્રએ બ્રેક મારી સ્કૂલોની ફીમાં ઘટાડો કરવા સીધો જ આદેશ કર્યો છે. એટલું જ નહીં કેટલીક સ્કૂલોએ ઉઘરાવેલી તોતિંગ ફી પણ વાલીઓને પરત ચૂકવવાનો આદેશ સ્કૂલ સંચાલકોને કર્યો છે.

સૌરાષ્ટ્રનાં 10 જિલ્લામાં કુલ 6000 જેટલી ખાનગી સ્કૂલો આવેલી છે, તેમાંથી 3500 જેટલી સ્કૂલોની ફી નિયમનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમાંથી 35 જેટલી સ્કૂલોની હિયરીંગ હાથ ધરી ફી નિર્ધારીત પણ કરવામાં આવી છે જેમાં, રાજકુમાર કોલેજને 2.5 કરોડ, નિર્મલા સ્કૂલને 75 લાખ, આત્મીય સ્કૂલને 35 લાખ ફી વાલીઓને પરત ચૂકવવા, ઉપરાંત ટી.એન.રાવ અને નોર્થ સ્કૂલને ફીમાં ઘટાડો કરવાનો તંત્રએ આદેશ કર્યો છે. તંત્રની આ કાર્યવાહીથી વાલીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે.

ખાનગી સ્કૂલો સામે તંત્રએ કરી લાલ આંખ

ફી નિર્ધારણ કમિટીએ કમરતોડ ફી વધારા સામે લીધા પગલા
સૌરાષ્ટ્રના 10 જિલ્લાની 35 સ્કૂલોની નક્કી કરવામાં આવી ફી
રાજકુમાર કોલેજને 2.5 કરોડ, નિર્મલા સ્કૂલ 75 લાખ, આત્મીય સ્કૂલ 35 લાખ પરત ચૂકવવા આદેશ
ટી.એન.રાવ સ્કૂલ અને નોર્થ સ્ટાર સ્કૂલને પણ ફીમાં ઘટાડો કરવાના આદેશ

આ પણ વાંચો: સુરતનો વિશ્વમાં ફરી વાગશે ડંકો, દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં મોખરે

ફી ઘટાડો કરવાના હુકમથી વાલીઓમા ખુશીની લહેર

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

This unique tea stall of Ahmedabad will take you to another world- Tv9

FB Comments

Hits: 207

Comments are closed, but trackbacks and pingbacks are open.