ભાદર-2 ડેમ જમીન સંપાદનના વળતરનો કેસ: કોર્ટ દ્વારા વારંવાર ટકોર છતાં સરકારે ન ચૂકવ્યુ વળતર, સરકારી માલસામાનની જપ્તિનો આદેશ

 

રાજકોટના ધોરાજીમાં જમીનનું વળતર ન ચુકવાતા ખેડૂતોએ સરકારી કચેરીનો મુદ્દામાલની જપ્તિ શરૂ કરી છે. ભાદર-2 ડેમની ખેડૂતોની જમીન સંપાદનના વળતરને લઈ ઘણા વર્ષોથી કેસ ચાલી રહ્યો હતો. જેમાં કોર્ટે જાન્યુઆરી 2019માં સરકાર ખેડૂતોને વળતર આપે તેવો ચુકાદો આપ્યો હતો. કોર્ટે 21 સપ્ટેમ્બર 2019ના રોજ છેલ્લી મુદત આપીને ખેડૂતોને દોઢ મહિનામાં વળતર ચુકવવા આદેશ આપ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદના કારણે મગફળી પલળી

જો કે અનેક આદેશ અને વોરંટ બાદ પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી. ત્યારે આખરે કોર્ટે સબ-રજીસ્ટ્રાર સહિતની 20થી વધુ કચેરીઓનું ફર્નીચર સહિતનો મુદામાલ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. જેનો ખેડૂતોએ કચેરીમાં જઈને મુદ્દામાલ જપ્ત કરી અમલ કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  BIG BREAKING : ગુજરાતનો આ દિગ્ગજ ઓબીસી નેતાનો કૉંગ્રેસથી થયો મોહભંગ ? ભાજપમાં જોડાવા વિશે શું કહ્યું અલ્પેશે ? તમે પણ TV9 સાથે અલ્પેશની EXCLUSIVE વાતચીત સાંભળો

 

 

મહત્વનું છે કે તરવડા અને ભૂખી ગામના ખેડૂતોની જમીન સંપાદનના કેસમાં વળતરનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે અંગે કોર્ટના આદેશ મુજબ સરકારી કચેરીઓમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments