VIDEO: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગોંડલ કોલેજનો ડમીકાંડ કેસ, કોંગ્રેસ આગેવાન અને પ્રિન્સિપાલની ઓડિયો ક્લિપ વાયરલ

Rajkot: Case of dummy student in exam of SU; Audio clip btwn principal and Cong leader goes viral

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગોંડલ કોલેજના ડમીકાંડ કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગોંડલ તાલુકાના કોંગ્રેસના આગેવાન દિનેશ પાતર અને પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલાનો એક ઓડિયો વાયરલ થયો. જેમાં ગોંડલની કોલેજના પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલા એવું કહેતા સંભળાય છે કે ‘દિનેશભાઈને પૂછીને કોપીકેસ કરો. નહીંતર વિદ્યાર્થીને જવા દો.’

ગોંડલના ડમીકાંડ કેસમાં કોલેજે અત્યંત ઢીલુ વલણ અપનાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સટીએ પરીક્ષા કેન્દ્ર રદ કરી દીધું પરંતુ કોલેજ દ્વારા હજુ સુધી પરીક્ષામાં બેસનાર ડમી વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ થઈ નથી. કોના વતી બેસ્યો તે અંગે પણ ફરિયાદ કરી નથી. આ ડમીકાંડ કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવસારીના ગામડાંઓએ પણ વિકાસના રોડ મેપમાં સંમતિ આપી, ટૂંક સમયમાં થશે કાયાપલટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments