રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 565.76 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂહુર્ત

Rajkot: CM Rupani addresses gathering after launch of various development projects worth Rs. 565 Cr Rajkot ma CM Rupani na haste 565.76 crore na vividh project na lokarpan-khatmuhurat

71મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી રાજકોટમાં પણ કરવામાં આવશે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 565.76 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂડા, મહાપાલિકા અને PGVCLના 565.76 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Final grand rehearsal to be done for Statue Of Unity's inauguration on 31st October

ત્યારે વોર્ડ નંબર 4ની પાસે કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. તે સિવાય માધાપર ખાતે MLD ક્ષમતાના આધુનિક ટેક્નોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)નું કામ કરવામાં આવશે. 135 કરોડ રૂપિયાના ખર્ચે નાકરાવાડી સાઈટ પર ઘન કચરાના નિકાલ માટે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાનું કામ કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Caught on Camera : School staff illicitly helping children pass board exams, Valsad

 

 

તે સિવાય 1.30 કરોડ રૂપિયાના ખર્ચે રાજકોટ શહેરમાંથી ઉત્પન્ન થતાં ભીના કચરાના નિકાલ માટે 5 ટન કેપીસિટીના ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ બનાવવાનું કામ કરવામાં આવશે અને 120 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના 395 કિલોમીટરની ઓવરહેડ લાઈનનું લોકાર્પણ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આમિર ખાન સાથે કામ કરી ચૂકેલી જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા

FB Comments