VIDEO: રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની રાજતિકલવિધિનો આજે અંતિમ દિવસ

Rajkot: Coronation ceremony of Thakorsaheb Mandhatasinh Jadeja to conclude today

રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની રાજતિકલવિધિનો આજે અંતિમ દિવસ છે. 17મા રાજા તરીકે રાજતિકલ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને માંધાતાસિંહ સત્તાવારી રીતે રાજા બની રહ્યા છે. રાજકોટ શહેરમાં રંગેચંગે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તો આ પહેલા રાજતિલક સમારોહના ત્રણ દિવસમાં ત્રણ વિશ્વ વિક્રમ સર્જાયા છે. ગઈકાલે 5000 હજારથી પણ વધુ દીવડાંઓથી રાજકોટ સ્ટેટનું ચિહ્ન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો. આ ચિહ્ન આજ સુધીનું સૌથી મોટું સ્ટેટ ચિહ્ન છે. 100 બાય 100 ફૂટના એરિયામાં દીપ પ્રાગટ્ય કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

READ  પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના પાર્થિવ દેહને જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો

આ પણ વાંચો: VIDEO: શું ખેડૂતો માટે બજેટમાં હશે રાહત? જાણો ખેડૂતોની શું છે આશા અપેક્ષા

તો આ ઉપરાંત રાજતિલક સમારોહમાં જળ, ઔષધિઓ સાથે 14 પ્રકારની માટીનો પણ અભિષેક કરવામાં આવ્યો. જેમાં ગૌશાળા, બળદના પગની માટી, રથના પૈડાની માટી, સોમનાથ સમુદ્રની માટી. રાજમહેલની માટી, પીપળાના વૉક્ષની માટી, ગિરનાર પર્વતના અંબાજી મંદિરની માટી, હાથીના દાંતમાંથી ઉખડેલી માટી સહિત તમામ માટી દ્વારા અભિષેક કરવામાં આવ્યો. 100 પ્રકારની ઔષધિઓનો પણ અભિષેક કરાયો. તેમજ રાજાના અભિષેક માટે ભારતની નદીઓ અને તીર્થસ્થળો સહિત 51 જળના કળશ એકત્ર કરવામાં આવ્યા હતા. સવારથી જ બ્રાહ્મણો દ્વારા પૂજન વિધિ, સૂર્યદેવને અર્ધ્ય, ચારેય વેદોમાંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ અને સુરત બાદ રાજકોટમાં પણ કરફ્યૂ, જંગલેશ્વર અને લક્ષ્મી સોસાયટીમાં મધરાતથી કરફ્યૂ

રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતિ અપાઇ. મુખ્ય યજમાન પદે માંધાતાસિંહ અને તેમના પતિની કાદમ્બરીદેવી છે. તેમજ 51 બ્રાહ્મણો દ્વારા 51 તીર્થોથી આવેલા જળ અને 100 ઔષધિઓ દ્વારા માંધાતાસિંહનો અભિષેક કરવામાં આવ્યો હતો. ગઇકાલે એક વર્લ્ડ રેકોર્ડ થયા બાદ આજે પણ વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. 51 બ્રાહ્મણો દ્વારા અભિષેકનો ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.

READ  Top News Stories From Gujarat : 05-06-2018 - Tv9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments