ઘેડ પંથકના ખેડૂતોની પિયત માટેના પાણીની માગ પૂર્ણ, ભાદર ડેમમાંથી 16 હજાર 372 ક્યુસેક પાણી છોડાયું

Rajkot: Drinking water problem solved for Ghed residents, 3 gates of Bhadar-2 dam opened

ઘેડ પંથકના ખેડૂતોની પિયત માટેના પાણીની માગ આખરે પૂર્ણ થઇ છે. અને તંત્રએ ભાદર ડેમ-2ના 3 દરવાજા 4 ફૂટ ખોલ્યા છે. જેના પગલે ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ અને ઘેડ પંથક સહિતના 41 ગામના ખેડૂતોને હવે પિયત માટે પાણી મળી રહેશે. ભાદર ડેમમાંથી 16 હજાર 372 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવાને પગલે 15 હજાર હેટ્કટ જમીન પાણી મળશે.

READ  મુંબઈમાં આગામી 3 દિવસ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

આ પણ વાંચોઃ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ પર બેઠા હોવાનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

મહત્વપૂર્ણ છે કે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ શિયાળું પિયત માટે પાણી છોડવાની માગ કરી હતી. અને પાણી માટે સ્વખર્ચે રૂપિયા 4 લાખ 10 હજાર ભર્યા હતા. જોકે બીજી તરફ ભાદર ડેમ-2ના 3 દરવાજા ખોલવાને પગલે કાંઠા વિસ્તારના ગામોને સાવધ કરાયા છે. અને નદીના તટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

READ  ગુજરાતીઓ સાવધાન ! પાકિસ્તાન તરફથી આવી રહી છે એવી મુસીબત કે જે તમને કંપાવી નાખશે, તમારા ‘શસ્ત્ર-સરંજામ’ માળિયે ન ચઢાવી દેતા !

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments