VIDEO: રાજકોટમાં બહારથી ડુંગળીની આયાત શરૂ કરાતા ખેડૂતોમાં રોષ, ભારે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો વિરોધ

Rajkot Farmers stage protest against import of onions

વર્ષો બાદ ડુંગળીના ભાવ વધતા ખેડૂતોને સારા ભાવની આશા બંધાઈ છે. પરંતુ સરકારના એક નિર્ણયને ખેડૂતોની આ આશા પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતો યાર્ડમાં ડુંગળી વેચી સારા ભાવ મેળવે તે પહેલા જ બહારથી ડુંગળીની આવક શરૂ કરવા સરકારે નિર્ણય લીધો છે. જેના કારણે “ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો” તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં ખેડૂતોએ સરકાર દ્વારા બહારથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

READ  અમદાવાદ, રાજકોટ, સુરતના વિસ્તારોમાંથી દુર થયો કર્ફ્યુ, ક્વોરન્ટાઈનનો અમલ કરવો પડશે

આ પણ વાંચો: VIDEO: ટ્રાફિક નિયમોને લઈ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નહીં

જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભારે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. એક તરફ રાજકોટના યાર્ડમાં હાલ 40 હજાર બોરીની આવક થઈ છે. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ મોટા પ્રમાણમાં ડુંગળી આવતા આવક બંધ કરવાની ફરજ પડી હતી. તેની વચ્ચે સરકાર બહારથી ડુંગળી આયાત કરી રહી છે. જેને લઈ તાત્કાલિક બહારથી આવતી ડુંગળીની આવક બંધ કરી ખેડૂતોને સારા ભાવ આપી ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વલસાડઃ ઈમારતનો જર્જરીત સ્લેબ તૂટ્યો! કાટમાળમાં એક વ્યક્તિ થયો ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments