રાજકોટમાં ખેડૂતોએ કરી ઈચ્છામૃત્યુની માગ, પોલીસે કરી અટકાયત

દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. જગતનો તાત પડતર માંગને લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે. તે વર્તમાન સરકાર માટે ચિંતાજનક બાબત છે.

ગુજરાતની કમનસીબી છે કે પાક વીમામાં સહાય માટે સરકારે જે યોજનાઓ A.C ચેમ્બરમાં બેસીને તૈયાર કરી છે. તેને વીમા કંપનીઓ ઘોડીને પી જાય છે અને લાચાર બનેલો જગતનો તાત પોતાના હક્ક માટે જ્યારે અવાજ ઉઠાવે છે તો રાજ્યની પોલીસ શસ્ત્ર વિનાના ખેડૂતોને બંધક બનાવી સડિયા પાછળ ધકેલે છે.

 

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને સહાયની રકમ ચુકવવામાં ન આવતા રાજકોટના ખેડૂતો સહિત કિસાન સંઘ રસ્તા પર ઉતરી આવ્યા છે. પોતાનો આક્રોશ વીમા કંપની સહિત સરકાર સામે વ્યક્ત કરી રહ્યા છે.

રાજકોટમાં કિસાન સંઘની રેલીના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો. બહુમાળી ચોકમાં કિસાન સંઘને રેલીની મંજુરી ન મળી હોવા છતાં ખેડૂતોએ રેલીનું આયોજન કર્યુ હતુ.

રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તમામ તકેદારી હાથ ધરી હતી. સૌરાષ્ટ્રના ખેડૂતોને પાક વીમો મળ્યો ન હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે. ખેડૂતોએ રેસકોર્સ રોડથી રીંગ રોડ સુધી રેલી કાઢીને વિરોધ પ્રદર્શન સરકાર સામે કર્યો હતો. ખેડૂતો દ્વારા ઈચ્છામૃત્યુની માગ કરવામાં આવી હતી.

 

Mumbai: Water logging in Hindmata area following heavy rainfall in the city| TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટુ બીજુ ઈસ્કોન મંદિર બનશે

Read Next

કોંગ્રેસ ઇચ્છે તો અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ચપટીમાં થઇ જાય ગાયબ, કોંગ્રેસની દયા પર છે ધારાસભ્ય

WhatsApp પર સમાચાર